કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતો મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા આગામી તા.22 અને 23 મે 20ર6ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન, તા.રર મે, 2026 શુક્રવારના રોજ તેઓ ધોરાજી અને ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં તેમની સાથે 75-ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયા પણ ખાસ ઉપસ્થિત રહેશે.
સાંજે 5 વાગ્યે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન હોલ ખાતે પોરબંદર, રાજકોટ અને જુનાગઢ જિલ્લાના અગ્રણી ઉધોગપતિઓ સાથે કેન્દ્રીય મંત્રી સાથે પ્રદેશના ઔધોગિક વિકાસ અને વેપાર-રોજગારને લગતા વિવિધ વિષયો પર વિસ્તૃત સંવાદ યોજાશે. આ સંવાદ થકી સમગ્ર વિસ્તારમાં ઔધોગિક વિકાસ થાય, ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં વૃદ્ધિ થાય અને લોકોના જીવનસ્તરમાં સુધારો થાય તે દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સંવાદ સાથે પોરબંદર જોબ ફેર-ર0ર6 માં યુવાઓને વધુમાં વધુ રોજગારીની તક મળે તે અંગે આ વિસ્તારના ઉધોગગૃહોને સક્રિય પ્રયાસ કરવા ચર્ચા કરવામાં આવશે.
તા.23/5/20ર6ના રોજ સવારે 10 વાગ્યે રાજકોટની ડિવિઝનલ ઓફિસના કોઠી કમ્પાઉન્ડમાં આવેલા રેલવે જગજીવનરામ ઈન્સ્ટિટ્યૂટ ઉપસ્થિત રહી રેલવે વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણુંક પત્રો એનાયત કરશે.

