મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: 1/5/2026 થી તારીખ:15/5/2026 દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ, સાધુવાસવાણી રોડ,150 રિંગ રોડ, રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ,પરાબજાર પાસેથી રસ્તા પર નડતર રૂ.પ99 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
ધરાર માર્કેટ, સંતકબિરરોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબરરોડ, પરા બજાર, ગુંદાવાડી, પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદી-જુદી અન્ય 297 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડરોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ગુંદાવાડી, પરાબજાર પાસેથી 2995 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસેથી રૂ.2,34,500 મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. 80 ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, 80ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.2,33,250 વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ, ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધી, પરથી 2449 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

