HomeLocal Newsપેટ્રોલ-ડીઝલ બાદ ઈગૠમાં પ્રતિ કિલો રૂ.2નો ભાવવધારો

પેટ્રોલ-ડીઝલ બાદ ઈગૠમાં પ્રતિ કિલો રૂ.2નો ભાવવધારો

ઈરાન યુદ્ધ વચ્ચે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે CNGના ભાવ છેલ્લા બે અઠવાડિયામાં ચોથી વખત વધ્યા છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ આજે મંગળવાર, 26 મેના રોજ CNGરૂા.2 પ્રતિ કિલોગ્રામ મોંઘો કરી દીધો છે. દિલ્હી-ગઈછ સહિત ઘણા શહેરોમાં આ ભાવ વધારવામાં આવ્યા છે.
દિલ્હીમાં CNG ની કિંમત રૂા.81.09 પ્રતિ કિલોથી વધીને હવે રૂા.83.09 પ્રતિ કિલો થઈ ગઈ છે. નોઇડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડામાં હવે ગ્રાહકોને CNGમાટે રૂા.91.70 ચૂકવવા પડશે. ગુરુગ્રામમાં CNG ની કિંમત વધીને રૂા.88.12 પ્રતિ કિલોગ્રામ કરી દેવામાં આવી છે.
તેલ કંપનીઓએ ગઈકાલે પેટ્રોલ રૂા.2.61 પ્રતિ લિટર અને ડીઝલ રૂા.2.71 પ્રતિ લિટર મોંઘું કર્યું. આ વધારા પછી દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત રૂા.102.12 અને ડીઝલની કિંમત રૂા.95.20 થઈ ગઈ છે.
આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થાય તે પહેલાં ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલર હતા, જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.
ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઇલના ભાવમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલ અને ઈગૠના ભાવ હજુ પણ વધી શકે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ભોપાલમાં CNG ગાડીઓનું વેચાણ 50% સુધી વધ્યું છે. શોરૂમમાંથી દરરોજ CNG આધારિત 10 થી 15 ગાડીઓ વેચાઈ રહી છે. આનું મુખ્ય કારણ પેટ્રોલ-ડીઝલની સરખામણીમાં CNG થી વધુ એવરેજ મળવું છે. તેમજ,CNG ના ભાવ પણ ઓછા છે.
ઈંધણની કિંમતોમાં આ મહિને આ ચોથો વધારો છે
25 મેના રોજ પેટ્રોલ રૂા.2.61 પ્રતિ લિટર અને ડીઝલ રૂા.2.71 પ્રતિ લિટર મોંઘું.
23 મેના રોજ પેટ્રોલ 87 પૈસા, ડીઝલ 91 પૈસા મોંઘું કરવામાં આવ્યું હતું.
19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
15 મેના રોજ પણ કિંમતોમાં રૂા.3 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
અન્ય વસ્તુઓના ભાવ પણ વધી શકે છે
ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જશે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળો અને રાશન મોંઘા થશે.
ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે અનાજનો ખર્ચ વધશે.
જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.
પીએમ મોદીએ કહ્યું હતું- ઈંધણનો ઉપયોગ ઓછો કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણામાં એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ એશિયાના ભૌગોલિક-રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનોના સાવચેતીપૂર્વક ઉપયોગનું સૂચન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે સમયની માંગ છે કે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ખૂબ જ સંયમથી કરવામાં આવે. આપણે આયાતી પેટ્રો ઉત્પાદનોનો ઉપયોગ ફક્ત જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ.
સીએનજીનું પૂરું નામ ’કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ’ છે. તે મુખ્યત્વે મિથેન ગેસમાંથી બને છે અને પેટ્રોલ-ડીઝલની સરખામણીમાં ખૂબ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. આ ગેસ જમીનની નીચે બનેલા તેલ અને ગેસના કુવાઓમાંથી કુદરતી રીતે નીકળે છે. ત્યારબાદ ફેક્ટરીઓમાં તેને રિફાઇન કરીને તેની ભેજ અને અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. પછી આ કુદરતી ગેસ પર ખૂબ દબાણ નાખવામાં આવે છે, જેનાથી આ ભારે ગેસ ઓછી જગ્યામાં સંકોચાઈ જાય છે. આ જ દબાયેલી ગેસને સિલિન્ડરોમાં ભરીને વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments