પીએમ મોદી પાંચ દેશની યાત્રાથી સ્વદેશ પરત ફર્યા છે. વિદેશથી આવતા જ પીએમ મોદીએ મહત્વની મિટિગ બોલાવી છે. પશ્ર્ચિમ એશિયા સંકટ વચ્ચે પીએમ મોદી આજે મળનાર મિટિગ પર આખા દેશની નજર છે. શું પેટ્રોલ-ડીઝલ અને એલપીજી પર કોઈ મોટો નિર્ણય લેવાશે કે કોઈ નવો નિર્દેશ મળશે, અટકળોનું બજાર ગરમ છે. આ વચ્ચે પીએમ મોદી સરકારની મંત્રીમંડળની બેઠક આજે એટલે કે ગુરુવારે મળશે. આ દરમિયાન વિવિધ મંત્રાલયોના કામકાજ, લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો અને તેના પરિણામો અને ભવિષ્યની યોજનાઓ સહિત અન્ય વિષયો પર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાવ ધરાવતા રાજ્ય મંત્રીઓ અને અન્ય રાજ્ય મંત્રીઓ હાજર રહેશે. મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે, આ વર્ષની મંત્રીપરિષદની પહેલી બેઠક હશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ પર પશ્ર્ચિમ એશિયાઈ સંકટની અસર દેખાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. એલપીજીના ભાવને લઈને પણ ચર્ચા ચાલી રહી છે કે ગમે ત્યારે ભાવ વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વિવિધ મંત્રાલય અને વિભાગોના કામકાજ, તાજેતરમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને તેમના પરિણામો તેમજ ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના વિવિધ પાસાંઓ, તેમને વધુ સફળ બનાવવા માટે કેવી રીતે અમલમાં મૂકવા અને અન્ય મુદ્દાઓની પણ સમીક્ષા થવાની શક્યતા છે. વડાપ્રધાન પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને તેના આર્થિક અસરનો ઉલ્લેખ કરી શકે છે અને મંત્રાલયો તથા વિભાગોને નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપી શકે છે. સૂત્રો અનુસાર, બેઠકમાં ઊર્જા, કૃષિ, ખાતર, વિમાન સેવા અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવી શકે છે. પશ્ર્ચિમ એશિયાઈ સંઘર્ષ શરૂ થયા પછી તરત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સંબંધિત મંત્રાલયોને સૂચના આપી હતી કે નાગરિકો અને યુદ્ધથી અસરગ્રસ્ત વિસ્તારોની સમસ્યાઓ દૂર કરવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં સામાન્ય જનતાના હિત માટે તમામ ક્ષેત્રોમાં સુધારા લાવવાની સરકારની પ્રાથમિકતા પર પણ ચર્ચા થવાની શક્યતા છે. પીએમ મોદી વર્ક ફ્રોમ હોમ અંગે પણ કેટલાક માર્ગદર્શક સૂચનો આપી શકે છે. હવે જોવાનું રહેશે કે આજે સાંજે થનારી આ બેઠકમાંથી શું મહત્વપૂર્ણ નિર્ણય બહાર આવે છે.

