રાજકોટના સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિધાર્થીનીઓએ હોબાળો કર્યો છે. હોસ્ટેલમાં રહેતી વિધાર્થીનીઓએ ભોજન અને પાણીની હલકી ગુણવત્તા, બંધ લિફ્ટ અને સફાઈના અભાવનો વિરોધ પ્રદર્શન દ્વારા નોંધાવ્યો છે. ABVPના કાર્યકર્તાઓ પણ વિધાર્થીનીઓ સાથે હોસ્ટેલમાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો. અનેક રજૂઆતો આપવા છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન મળતા વિધાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.
સુરત: વાહન ચોરી કરતી ટોળકીનો પોલીસે કર્યો પર્દાફાશ
સુરત શહેરમાં વાહન ચોરી કરતી એક ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પુણા, સલાબતપુરા, કામરેજ સહિતના વિસ્તારોમાં થયેલી વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓ હેન્ડલ લોક વિનાના વાહનોને નિશાન બનાવી ચોરી કરતા હતા. પુણા વિસ્તારમાંથી એક સગીર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી બાઈક અને મોપેડ સહિત કુલ નવ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે અંદાજે રૂ. 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
