Thursday, February 12, 2026
HomeRajkotરાજકોટ ગ્રામ્ય LCBનો સપાટો: ગોંડલ નેશનલ હાઈવે પરથી ₹27 લાખથી વધુનો વિદેશી...

રાજકોટ ગ્રામ્ય LCBનો સપાટો: ગોંડલ નેશનલ હાઈવે પરથી ₹27 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


રાજકોટ ગ્રામ્ય LCBનો સપાટો: ગોંડલ નેશનલ હાઈવે પરથી ₹27 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રાજકોટ:
જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સ્પષ્ટ સૂચનાથી દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે LCB ટીમે ગોંડલ તાલુકાના ભરુડી ગામ પાસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ તરફથી જેતપુર તરફ જઈ રહેલી એક આઈશર ટ્રક (નં. GJ-21-V-0767) ને શંકાના આધારે અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં પ્લાસ્ટિકના બોક્સ અને પૂંઠાની આડમાં છુપાવેલી વિદેશી દારૂની કુલ 7,193 નાની-મોટી બોટલો મળી આવી હતી, જેનો અંદાજિત બજાર મૂલ્ય લાખોમાં થતો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ આઈશર ટ્રક સહિત કુલ ₹27,33,992 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજસ્થાનના જાલોર જિલ્લાના ટ્રક ચાલક સુભાષ સારણની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂ રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા કલ્પેશ ઠાકા દ્વારા મોકલવામાં આવ્યો હતો, જ્યારે દારૂ મંગાવનાર અન્ય શખ્સની ઓળખ અને ધરપકડ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે દારૂ ક્યાં પહોંચાડવાનો હતો અને પાછળ કયા મોટા ગઠજોડા સંકળાયેલા છે તે અંગે LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂ સહિતના ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી આગળ પણ યથાવત રાખવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.


RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments