મોરબી અને રાજકોટ જિલ્લામાં આજે ઘટનાઓ સામે આવી છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરઈ ગામ પાસે બે જુદી જગ્યાએ એલસીબી તથા સ્થાનિક પોલીસે દારૂની મોટી રેડ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન 6200 લિટર આથો અને 365 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. રેડ સમયે આરોપી સ્થળ પર હાજર ન હોવાથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં બે શખ્સ સામે બે ગુના દાખલ કરવામાં આવ્યા છે.બીજી તરફ રાજકોટના મોરબી રોડ પર હડાળા ગામના પાટિયા પાસે આવેલી શિવ પ્લાયવુડ ફેક્ટરીમાં વહેલી સવારે 4 વાગ્યે ભીષણ આગ લાગી હતી. પ્લાયવુડનો જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મ્હોરે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી.ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર રહીમ જોબને આગ અંગે માહિતી આપી હતી.એક તરફ પોલીસની મોટી દારૂ રેડ અને બીજી તરફ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ—બંને બનાવોએ વિસ્તારમાં ચકચાર મચાવી છે.
મોરબી અને રાજકોટમાં બે અલગ ઘટનાઓથી મચ્યો ખળભળાટ
RELATED ARTICLES
