રાજકોટમાં કડકડતી ઠંડીની શરૂઆત સાથે શહેરમાં સિઝનલ તેમજ મચ્છરજન્ય રોગચાળાનો ફેલાવો યથાવત રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી, ઉધરસ અને તાવ જેવી તકલીફોને લઈને 1500થી વધુ દર્દીઓ નોંધાયા હોવાનું મહાનગરપાલિકાના રેકોર્ડમાં સામે આવ્યું છે.
ઠંડીના કારણે સિઝનલ રોગોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારી દવાખાનાઓ ઉપરાંત ખાનગી ક્લિનિકો અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે આરોગ્ય તંત્ર પર ભાર વધ્યો છે.
મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાઘાણીએ જણાવ્યું હતું કે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે તંત્ર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે. શિયાળાની ઋતુ શરૂ થતાં રોગચાળાનો ખતરો વધતો હોવાથી નાગરિકોએ પણ ખાસ જાગૃતિ રાખવી જરૂરી છે.
રાજકોટમાં કડકડતી ઠંડી સાથે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાનો ફેલાવો યથાવત
RELATED ARTICLES
