મણિનગર રેલવે બ્રિજની સર્વેની કામગીરી સામે, કપાતમાં જનારી મિલકત ધારકોએ કર્યો વિરોધ
અમદાવાદના મણિનગર રેલવે બ્રિજની સર્વેની કામગીરીને લઈને વેપારીઓમાં વિરોધ. ઓવર બ્રિજના કારણે 350થી વધુ એકમ જશે કપાતમાં. સ્થાનિકોએ બેનર લગાવી સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. સ્થાનિકોની માંગ છે કે બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી. અમદાવાદ મનપાએ સ્થાનિકોને આપી છે નોટિસ.
ભરૂચઃ ગણપતસિંહ વસાવાના આક્ષેપ સામે ચૈતર વસાવાનો હુંકાર
ભરૂચમાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં ચૈતર વસાવાએ ગણપતસિંહ વસાવાના આક્ષેપોને કડક શબ્દોમાં ફગાવ્યા છે. ચૈતર વસાવાએ ગણપતસિંહ વસાવાને ખુલ્લો પડકાર આપતા જણાવ્યું કે તેઓ જાહેર ડિબેટ માટે તૈયાર છે. AAPના નેતાઓ સામે લાગેલા શારીરિક શોષણના આક્ષેપો અંગે તેમણે કહ્યું કે જો કોઈ કાર્યકરે ગુનો કર્યો હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ અને સરકાર પાસે તેની સંપૂર્ણ સત્તા છે. સાથે જ તેમણે આરોપ મૂક્યો કે મંત્રી તરીકેના સમયમાં ગીર અને બરડા વિસ્તારમાં આદિજાતિના ખોટા દાખલા આપવામાં આવ્યા હતા. ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે 150 કરોડના કૌભાંડ બહાર આવવાના ભયને કારણે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર ઈરાનનું આક્રમક વલણ
હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ફરી એકવાર તણાવ વધ્યો છે, જ્યાં Islamic Revolutionary Guard Corps (IRGC) દ્વારા એક કન્ટેનર જહાજ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. Strait of Hormuz નજીક, ખાસ કરીને Omanની આસપાસ રહેલા જહાજ પર તાબડતોડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેના કારણે જહાજને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. હુમલામાં જહાજનો કંટ્રોલ રૂમ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે અને United States તથા ઈરાન વચ્ચે તણાવ વધુ ઉગ્ર બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
