HomeGujarat18 માર્ચના મહત્વના સમાચાર : દાહોદના દેવગઢ બારીયામાં રેતી માફિયાઓ પર ખનિજ...

18 માર્ચના મહત્વના સમાચાર : દાહોદના દેવગઢ બારીયામાં રેતી માફિયાઓ પર ખનિજ વિભાગના દરોડા, 09 ડમ્પર ઝડપાયા

સુરતના લસકાણાના યુવક સાથે લગ્ન કરી ભાગી ગયેલ લૂંટેરી દૂલ્હન, જસદણમાં બીજા પતિ સાથે ઝડપાઈ

સુરત શહેરના લસકાણામા લૂંટેરી દુલ્હન ઝડપાઈ છે. સુરતના લસકાણામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. દલાલ હસ્તક લગ્ન કરતા 1.70 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ રાજકોટ ખાતે સબંધીની ખબર કાઢવા જવા નીકળી હતી. થોડા દિવસમાં રાજકોટના જસદણ ખાતે અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ સોશિયલ મીડિયામા બીજા લગ્નના ફોટા મુકતા ભાંડો ફૂટ્યો. પહેલા પતિને જાણ થતા લસકાણા પોલીસમા ફરિયાદ નોંધાવી. લસકાણા પોલીસે જસદણ ખાતેથી મહિલાની કરી ધરપકડ. લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઇ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો. લસકાણા પોલીસ દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

દાહોદના દેવગઢ બારીયામાં રેતી માફિયાઓ પર ખનિજ વિભાગના દરોડા, 09 ડમ્પર ઝડપાયા

દાહોદના દેવગઢ બારીયામાં રેતી માફિયાઓ પર ખનિજ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ​દાહોદ ખાણ ખનિજ વિભાગની ટીમે ફાંગીયા-સાગટાળા રોડ પર વહેલી સવારે દરોડા પાડ્યા હતા. ​ગેરકાયદેસર સાદી રેતીનું ઓવરલોડ વહન કરતા કુલ 09 ડમ્પર વાહનો ઝડપાયા છે. ખાણ ખનીજ ​તંત્રએ અંદાજે ₹2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવાની કાર્યવાહી કરી છે. ​બિનઅધિકૃત ખનન અને વહન કરનારા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ​નિયમોના ઉલ્લંઘન બદલ તમામ વાહનો વિરુદ્ધ કડક દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. ​જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન વિભાગની આ મોટી કાર્યવાહીથી ખનિજ ચોરોમાં મચ્યો હડકંપ.

પ્રાકૃતિક ખેતીના પ્રચાર વચ્ચે રાજ્યને 88.77લાખ મેટ્રિક ટન ખાતર કેન્દ્ર સરકારે ફાળવ્યું

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દરમિયાન રાજ્યને કેન્દ્ર સરકારે કુલ 88.77 લાખ મેટ્રિક ટન ખાતર ફાળવ્યું છે. છેલ્લા બે વર્ષમાં 49.52 લાખ મેટ્રિક ટન યુરિયા, 14.81 લાખ મેટ્રિક ટન DAP અને 17.68 લાખ મેટ્રિક ટન NPK ખાતર ફાળવાયું છે. યુરિયા ખાતર 45 કિલોના જથ્થામાં GSFC, GNFC, IFFCO અને KRIBHCO દ્વારા 266.50 રૂપિયાના ભાવે વેચાશે. DAP ખાતરનું વેચાણ 1350 રૂપિયામાં થશે, જ્યારે GSFC અને IFFCO દ્વારા કપની DAP ખાતર 1470 રૂપિયામાં વેચાશે. આ માહિતી આંકલાવના ધારાસભ્ય Amit Chavdaના પ્રશ્નના જવાબમાં રાજ્યના કૃષિ મંત્રીએ આપી હતી.

અમદાવાદઃ પાંચકુવામાં આવેલા સિંધી માર્કેટમાં આગ

અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ કેટલીક દુકાનોમાં પ્રસરી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. આગ લાગવાનું કારણ હાલ તપાસનો વિષય બન્યું છે અને અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments