બ્રેકિંગ ન્યૂઝ
સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી કરશે
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. યોજનાનો લાભ લેવા ખેડૂતો 22 ડિસેમ્બરથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે, જે 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયથી તુવેર ઉત્પાદક ખેડૂતોની આવકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લોકસભામાં આજે વાયુ પ્રદૂષણ પર ચર્ચા
લોકસભામાં આજે વાયુ પ્રદૂષણ મુદ્દે ચર્ચા થશે. આ ચર્ચા નિયમ 193 હેઠળ યોજાશે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ચર્ચાનો જવાબ આપશે.
