Friday, January 30, 2026
HomeLocal Newsખંઢેરી સ્ટેડિયમમાં આતંકી હુમલા જેવી સ્થિતિનો મોક ડ્રિલ, ચેતક કમાન્ડોએ ગણતરીની મિનિટોમાં...

ખંઢેરી સ્ટેડિયમમાં આતંકી હુમલા જેવી સ્થિતિનો મોક ડ્રિલ, ચેતક કમાન્ડોએ ગણતરીની મિનિટોમાં આતંકીઓને કર્યા ઢેર


રાજકોટ | 6 જાન્યુઆરી 2026
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખી વ્યાપક મોક ડ્રિલ યોજાઈ હતી. કાળી સ્પોર્ટ્સ કારમાં સવાર બની આવેલા હથિયારધારી આતંકીઓએ સ્ટેડિયમ પર હુમલો કર્યો હોવાની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી.
ડ્રિલ દરમિયાન ચેતક કમાન્ડો અને રાજકોટ શહેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સંકલિત અને ઝડપી કાર્યવાહી સાથે ગણતરીની મિનિટોમાં જ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્રણ માળના બિલ્ડિંગને સંપૂર્ણપણે ઘેરી લઈ અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ મોક ડ્રિલમાં બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સેવાઓ પણ જોડાઈ હતી. સમગ્ર અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિ સમયે સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન, પ્રતિસાદ સમય અને કામગીરીની તૈયારીનું મૂલ્યાંકન કરવાનો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવી મોક ડ્રિલ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવાની ક્ષમતા વધુ મજબૂત બને છે. શહેરની સુરક્ષા માટે પોલીસ સજ્જ છે અને નાગરિકોએ કોઈ અફવા કે ભયમાં આવવાની જરૂર નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments