Title:નવા રાજકોટ–જામનગર કોર્ટ બિલ્ડિંગને બોમ્બની ધમકીથી ખળભળાટ, પોલીસ-બોમ્બ સ્ક્વોડ તૈનાતNews:રાજકોટ–જામનગરમાં તાજેતરમાં પાસ થયેલ નવા કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળતાં સમગ્ર તંત્રમાં હડકંપ મચી ગયો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ વિભાગ તરત જ એલર્ટ મોડમાં આવી ગયો હતો અને કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટ બિલ્ડિંગમાં દોડી આવી હતી. કોર્ટના દરેક ખૂણાની સઘન તપાસ કરવામાં આવી હતી તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સાવચેતીના પગલા રૂપે કોર્ટ પરિસરમાં વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે.પોલીસ દ્વારા ધમકી આપનાર સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમ સેલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ધમકી પાછળ કોણ છે અને તેનો ઉદ્દેશ શું છે તે જાણવા માટે તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે. ઘટનાને લઈ વકીલો, કર્મચારીઓ અને ન્યાયાલયમાં આવનાર નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે, જોકે પોલીસ દ્વારા સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ હોવાની ખાતરી આપવામાં આવી છે.
