HomeLocal Newsફાયર બ્રિગેડ અને એસ.ટી. ડેપો દ્વારા આગ નિવારણ અંગે મોકડ્રીલ અભિયાન યોજાયુ

ફાયર બ્રિગેડ અને એસ.ટી. ડેપો દ્વારા આગ નિવારણ અંગે મોકડ્રીલ અભિયાન યોજાયુ

અગ્નિશામક સાધનોનો ઉપયોગ અને આપત્તિકાળ કામગીરીનું લાઈવ ડેમો રજૂ

અગ્નિશામક સાધનોનો ઉપયોગ અને આપત્તિકાળ કામગીરીનું લાઈવ ડેમો રજૂ

ગોસા(ઘેડ)તા.૦૪/૨૦૨૫
એસટી ડેપો પોરબંદર અને મહા નગરપાલિકા ના ફાયર સેફ્ટી વિભાગ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આજરોજ પોરબંદર બસ સ્ટેશન ખાતે ફાયર સેફટી અંગેની મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલ હતું


આ તકે પોરબંદર એસ.ટી
ડેપોના કર્મચારીઓ અને મુસાફર જનતાને બસમાં અથવા બસ સ્ટેશન કે અન્ય કોઈપણ જગ્યાએ આગ લાગવાનો બનાવ બને તો તાત્કાલિક પરિસ્થિતિ ને કાબુ માં લેવા ઉપલબ્ધ અગ્નિ શામક બોટલ નો કેવી રીતે ઉપયોગ કરવો, જો આગ વિકરાળ સ્વરૂપે હોય તો તાત્કાલિક ફાયર બ્રિગ્રેડને 101 નંબર પર જાણ કરવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી તેમજ 101 નંબર પર ફોનથી આગ લાગવા ની જાણ કરી અને ફાયર બ્રિગેડ વિભાગ કઇ રીતે કામગીરી કરે છે તે અંગે નું લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવેલ હતું
આ મોકડ્રીલ કાર્યક્ર્મ માં એસ.ટી ડેપો મેનેજર પી.બી. મકવાણા, સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી તેમજ પોરબંદર મહાનગર પાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર તથા તેમની ટીમ ઉપસ્થિત રહેલ હતી.
રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments