રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ‘સ્વદેશી સાયક્લોથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ સાયક્લોથોન ૫ કિલોમીટરના રૂટ પર યોજાઈ હતી, જેમાં ભાગ લેનારા સહભાગીઓએ ફિટનેસ સાથે સાથે સ્વદેશી વિચારધારાને સમર્થન આપ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ‘સ્વદેશી’ વિચારધારાને વધુ મજબૂત બનાવવાનો હતો.
સાયક્લોથોન પૂર્ણ થયા બાદ તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. કાર્યક્રમ દ્વારા લોકોને નિયમિત વ્યાયામ, સ્વસ્થ જીવનશૈલી અને દેશી ઉત્પાદનોના ઉપયોગ તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં આયોજિત આ સ્વદેશી સાયક્લોથોન ફિટનેસ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપતું સફળ આયોજન સાબિત થયું.
