બ્રેકિંગ ન્યુઝ
રાજકોટ–ગોંડલ નેશનલ હાઈવેનું કામ બંધ થવાની જેવી સ્થિતિ , પારડી ગામે પાણી મુદ્દે ઉગ્ર વિરોધ
રાજકોટ–ગોંડલ નેશનલ હાઈવે ઉપર આવેલ પારડી ગામ નજીક છેલ્લા અનેક દિવસોથી પાણીની લાઈન વારંવાર તૂટી જવાના કારણે રહેણાંક વિસ્તારોમાં ગંભીર પાણી સંકટ સર્જાયું છે. હાઈવેનું કામ ચાલી રહ્યું હોવાથી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર પાણીની લાઈન ડેમેજ થતી હોવાનું સ્થાનિકોનો આરોપ છે.
પાણી પુરવઠો બંધ રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મુદ્દે આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાઈવે ઓથોરિટીના રોડ કોન્ટ્રાક્ટરના ગેટ આગળ એકત્રિત થયા હતા અને પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ સાથે રસ્તો બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો રાજકોટ–ગોંડલ નેશનલ હાઈવેનું કામ સંપૂર્ણપણે બંધ કરાવવાની ફરજ પડશે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
હાલ પારડી ગામના સરપંચ, પારડી ગામના આગેવાનો અને જિલ્લા પંચાયતના સદસ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા આગેવાનોનું કેવું છે કે જ્યાં સુધી પાણી નહીં ચાલુ થાય ત્યાં સુધી ગેટ આગળ બેસીશું
કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર
