અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદમાં BU (બિલ્ડિંગ યુઝ) પરમિશન ન હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 7થી વધુ પ્રાયમરી સ્કૂલોને સીલ કરવામાં આવી છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે. AMC દ્વારા સ્કૂલ સંચાલકોને તાકીદે BU પરમિશન મેળવી લેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં મતદાર સુધારણા અભિયાન આટોપી લેવાયુ
ગુજરાતમાં ચાલી રહેલું મતદાર સુધારણા અભિયાન હવે પૂર્ણ કરવામાં આવ્યું છે. આજના દિવસે રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ અભિયાન દરમિયાન કુલ 4.34 કરોડ ફોર્મ પરત મળ્યા છે. તપાસમાં 18.07 લાખ મૃત મતદારોના નામ ઓળખવામાં આવ્યા છે, જ્યારે 3.81 લાખ મતદારોના નામ બે અલગ-અલગ સ્થળોએ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, હજુ સુધી 44.45 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. મતદાર યાદીમાં જેમનું નામ રહી ગયું હોય તેવા મતદારો જરૂરી પુરાવા સાથે ફોર્મ-6 ભરીને પોતાનું નામ ઉમેરાવી શકશે.
