શહેરના લાતીપ્લોટમાં હાલ ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે દરમીયાન લાતીપ્લોટ શેરી નં ૦૪ માં ૩૦ જેટલા દબાણો આજે મહાનગરપાલિકા તંત્રએ દુર કર્યા હતા નોટીસ આપ્યા બાદ દબાણો હટાવવામાં નહિ આવતા આજે બુલડોઝર ફેરવી દબાણો દુર કરવામાં આવ્યા હતા
વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત આજે પ્રભારી મંત્રીની હાજરીમાં મોરબી ખાતે આજે મીની વાયબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમીટમાં ૨૨૭૭ કરોડના એમઓયું સાઈન કરવામાં આવી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
