HomeLocal Newsમહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં પદાધિકારીઓ દ્વારા નાગરિકોને છાશ પીવડાવી

મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં પદાધિકારીઓ દ્વારા નાગરિકોને છાશ પીવડાવી

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિક સુવિધા અને જનકલ્યાણને પ્રાથમિકતા આપતાં વધુ એક ઉમદા પહેલ હાથ ધરવામાં આવી છે. ગરમીના સમયમાં નાગરિકોને રાહત મળે અને તેઓને સુવિધાજનક વાતાવરણમાં સેવાઓ પ્રાપ્ત થાય તે હેતુથી સિવિક સેન્ટરમાં આવતા નાગરિકોને છાશ વિતરણ કરવામાં આવ્યું. નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લ દ્વારા તા.29-05ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા સિવિક સેન્ટર, જન્મ-મરણ વિભાગ તેમજ આધાર કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન નાગરિક હિતલક્ષી સુવિધાઓ વધારવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મેયરની સૂચનાના તાત્કાલિક અમલીકરણના ભાગરૂપે આજે સિવિક સેન્ટરમાં સેવા લેવા આવતા નાગરિકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું.રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા નાગરિકોને છાશ પીવડાવી તેમની સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. નાગરિકોએ આ પહેલને આવકારી રાજકોટ મહાનગરપાલિકાના જનકેન્દ્રિત અભિગમની પ્રશંસા કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને વધુ સારી, સરળ અને સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે તથા ભવિષ્યમાં પણ આવી લોકહિતકારી પહેલો હાથ ધરતી રહેશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments