HomeLocal Newsસરદાર પટેલ પછી અમિતભાઈ શાહ દેશના સૌથી વધુ મજબૂત અને દ્રઢ નિશ્ર્ચયી...

સરદાર પટેલ પછી અમિતભાઈ શાહ દેશના સૌથી વધુ મજબૂત અને દ્રઢ નિશ્ર્ચયી ગૃહમંત્રી: રાજુભાઈ ધ્રુવ

ગુજરાતના પનોતા પુત્ર, ગાંધીનગરના સાંસદ અને દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજના દિવસે પોતાના કાર્યકાળના સાત વર્ષ પુરા કર્યા છે ત્યારે તેમને કોટી કોટી અભિનંદન પાઠવતા પ્રદેશ ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે દેશમાં આઝાદી પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી બન્યા હતા. અમિતભાઈ શાહ તેમના પછી દેશના બીજા એવા ગૃહ મંત્રી છે જે દ્રઢ નિશ્ચયી અને મજબૂત છે. કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવવાની હોય કે બંગાળની ચૂંટણીનો પડકાર હોય અમિતભાઈ શાહે દરેક વખતે દ્રઢ સંકલ્પથી આ પડકારોનો સામનો કર્યો છે અને સફળતા મેળવી છે.
રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના બીજા કાર્યકાળમાં અમિતભાઈ શાહે 30 મે, 2019ના રોજ ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આજે 30 મે, 2026ના રોજ તેઓએ ગૃહમંત્રી તરીકે પોતાના કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓ સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી છે. ભારતની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ બંધારણીય સુધારાઓના સંદર્ભમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના સાત વર્ષનો સમયગાળો અત્યંત નિર્ણાયક અને ઐતિહાસિક રહ્યો છે.
રાજુભાઈ ધ્રુવે અમિતભાઈ શાહને ગૃહમંત્રી તરીકે યશસ્વી કામગીરી બદલ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, ગૃહમંત્રી તરીકે સૌથી લાંબો અને અવિરત સેવા આપવાનો રેકોર્ડ ધરાવતા અમિતભાઈ શાહનો સાત વર્ષનો કાર્યકાળ ભારતીય રાજકારણના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાશે.અમિતભાઈ શાહના કાર્યકાળની સૌથી મોટી અને ઐતિહાસિક ઉપલબ્ધિ એટલે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ નાબૂદ કરવાનો નિર્ણય, સીએએ કાયદો પણ તેઓ જ લઈ આવ્યા.
ગૃહમંત્રી તરીકે અમિત શાહે દેશની સુરક્ષા એજન્સીઓને મજબૂત કરવા અને આંતરિક સુરક્ષા સદ્ધર કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમના નેતૃત્વમાં નક્સલવાદ અને ઉગ્રવાદ પર નિયંત્રણ આવ્યું છે. છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં ડાબેરી ઉગ્રવાદ (નક્સલવાદ)ને નબળો પાડવામાં મોટી સફળતા મળી છે. વિકાસ કાર્યો અને કડક સુરક્ષાના સમન્વયથી નક્સલ પ્રભાવિત વિસ્તારો મર્યાદિત થયા છે. આસામ, નાગાલેન્ડ અને મણિપુર જેવા પૂર્વોત્તર રાજ્યોમાં સક્રિય અનેક સશસ્ત્ર સંગઠનો સાથે શાંતિ કરાર કરીને હજારો ઉગ્રવાદીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ આ સાત વર્ષમાં થયું છે. ઘણા વિસ્તારોમાંથી અઋજઙઅ (સ્પેશિયલ પાવર્સ એક્ટ) હટાવવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયની સૌથી મોટી વહીવટી અને કાનૂની સફળતા એ છે કે તેમણે વર્ષો જૂના બ્રિટિશકાળના કાયદાઓ (ઈંઙઈ, ઈછઙઈ અને એવિડન્સ એક્ટ)ને સંપૂર્ણપણે બદલી નાખ્યા. તેમની જગ્યાએ દેશને આધુનિક અને ન્યાય-કેન્દ્રિત ત્રણ નવા કાયદાઓ મળ્યા: ભારતીય ન્યાય સંહિતા (ઈંઙઈ ની જગ્યાએ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઈઙિઈ ની જગ્યાએ), ભારતીય સાક્ષ્ય અધિનિયમ (ઈંક્ષમશફક્ષ ઊદશમયક્ષભય અભિં ની જગ્યાએ) આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય સજા આપવાને બદલે ન્યાય અપાવવાનો અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સહકારી ચળવળને વેગ આપવા માટે અલગ ’સહકાર મંત્રાલય’ની રચના કરી, જેનો કાર્યભાર પણ અમિત શાહને સોંપવામાં આવ્યો. “સહકારથી સમૃદ્ધિ”ના મંત્ર સાથે તેઓએ સહકારી ક્ષેત્રને પારદર્શક અને પ્રગતિશીલ બનાવ્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહના કાર્યકાળના સાત વર્ષ માત્ર વહીવટી દ્રષ્ટિએ જ નહીં, પરંતુ રાજકીય ઈચ્છાશક્તિના પ્રદર્શનની દ્રષ્ટિએ પણ અજોડ રહ્યા છે. “લોખંડી પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલના નકશેકદમ પર ચાલતા અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેઓએ દેશની ભૌગોલિક અને આંતરિક અખંડિતતાને વધુ મજબૂત બનાવી છે. આ સાત વર્ષોમાં ભારતે આંતરિક મોરચે એક સુરક્ષિત, સંગઠિત અને આધુનિક કાયદાકીય માળખા તરફ મજબૂત કદમ વધાર્યા છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments