રાજકોટ : શહેરના જામનગર રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સાંઢીયા પુલ ખુલ્લો ન મુકાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સાંઢીયા પુલની કામગીરી કયાં પહોંચી તેને લઇને મેયર સહિતના પદાધિકારીઓએ સરપ્રાઇઝ નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓને રૂબરૂ બોલાવી સાંઢીયા પુલની માહિતી મેળવી હતી. તસવીરમાં મેયર નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, વોર્ડ નં.3ના કોર્પોરેટરો તેમજ શહેર ભાજપના મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા વગેરે ઉપસ્થિત રહયા હતા. જાણવા મળતી વિગત મુજબ કરોડોના ખર્ચે તૈયાર થનાર સાંઢીયા પુલની કામગીરી મોટાભાગે પૂર્ણ થવામાં છે. આગામી ટૂંકા દિવસોમાં સાંઢીયા પુલનું લોકાપર્ણ થનાર છે. સાંઢીયા પુલની કામગીરીને લઇને મેયર નેહલ શુકલે આજે સાંજે મહાનગરપાલિકા ખાતે અધિકારીઓને રૂબરૂ બોલાવી મીટીંગ યોજાનાર છે

