HomeLocal Newsસુરત ખાતે રહેતા યુવક સાથે રાજકોટ ખાતે રહેતા 4 આરોપીઓ દ્વારા અમરેલીના...

સુરત ખાતે રહેતા યુવક સાથે રાજકોટ ખાતે રહેતા 4 આરોપીઓ દ્વારા અમરેલીના એરપોર્ટ નજીક આવેલ જમીનનું યુવકને સાટાખત કરીને રૂપિયા રર.61 લાખની છેતરપીંડી

સુરત ગામે રહેતા અને જમીન લે વેચનો વ્યવસાય કરતા એક યુવકને હાલ રાજકોટ રહેતા અને મુળ જેતપુર તાલુકાના અમરનગર ગામના વતની એવા ચાર આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી અમરેલીમાં આવેલ અમરેલી એરપોર્ટની પાસે રામાણીની વાડી વિસ્તારના બ્લોક/સર્વે નં.1રપ/ર વાળી 6303 ચો.મી. જમીન ટાઈટલ કલીયર અને કોઈના પણ કોઈપણ પ્રકારના હક્ક કે અધિકાર વિનાની હોવાનુ જણાવી અને એક વીઘાના રૂપિયા 3ર,90,000 મુજબ વેચાણ આપવા સોદો નક્કી કરી યુવક પાસેથી કુલ રૂપિયા ર0,00,000 વેચાણ અવેજ પેટે આરોપીઓએ મેળવી લઈ જમીન ખરીદનાર યુવકને નોટરાઇઝ સાટાખત પણ કરી આપી અનેઆરોપીઓ દ્વારા ઠગાઇ કરવાના ઇરાદાથી આરોપીઓએ યુવકને દસ્તાવેજ નહી કરી આપી કે યુવકના અવેજ રૂપિયા તથા બીનખેતિ કરવા માટે થયેલ ખર્ચના રૂપિયા નહી આપી યુવક સાથે કુલ રૂપિયા રર,61,738ની છેતરપીંડી કરી ઠગાઇ કરી યુવકને ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાયા છે.
સુરત ગામે રહેતા અને જમીન લે વેચનો વ્યવસાય કરતા પલકીત કાંતિભાઈ સુદાણી (પટેલ) નામના ર8 વર્ષીય યુવક સાથે હાલ રાજકોટ રહેતા અને મુળ જેતપુર તાલુકાના અમરનગર ગામના વતનીભરતભાઈ બાવાભાઇ કથિરીયા, હંસાબેન ભરતભાઇ કથિરીયા, યશ ભરતભાઇ કથિરીયા તથા શિવાની ભરતભાઇ કથિરીયા નામના આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી યુવકને અમરેલીમાં આવેલ અમરેલી એરપોર્ટની પાસે રામાણીની વાડી વિસ્તારના બ્લોક/સર્વે નં.1રપ/ર વાળી 6303 ચો.મી. જમીન ટાઈટલ કલીયર અને કોઈના પણ કોઈપણ પ્રકારના હક્ક કે અધિકાર વિનાની હોવાનુ જણાવી અને એક વીઘાના રૂપિયા 3ર,90,000 મુજબ વેચાણ આપવા નક્કી કરી યુવક પાસેથી કુલ રૂપિયા ર0,00,000 પુરા વેચાણ અવેજ પેટે આરોપીઓએ મેળવી લઈ જમીન ખરીદનાર યુવકને નોટરાઇઝ સાટાખત કરી આપી અને દસ્તાવેજ કરી આપવા બંધાયેલ હોવા છતા જાણી જોઇને આરોપીઓ દ્વારા ઠગાઇકરવાના ઇરાદાથી આરોપીઓએ યુવકને દસ્તાવેજ નહી કરી આપી કે યુવકના અવેજ રૂપિયા તથા બીનખેતિ કરવા માટે થયેલ ખર્ચના રૂપિયા ર,61,738 નહી આપી યુવક સાથે કુલ રૂપિયા રર,61,738ની છેતરપીંડી કરી ઠગાઇ કરી અને ઉપરાંતમાં યુવકને ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments