HomeLocal Newsઅનેક કર્મચારીઓ ઘેરહાજર હોવા સહિતની ફરિયાદને લઈને અમરેલી પાલિકા કચેરીમાં પ્રમુખનાં આકસ્મિક...

અનેક કર્મચારીઓ ઘેરહાજર હોવા સહિતની ફરિયાદને લઈને અમરેલી પાલિકા કચેરીમાં પ્રમુખનાં આકસ્મિક ચેકિંગથી કર્મચારીઓમાં ફફડાટ

અમરેલી નગરપાલિકાના નવનિયુકત પ્રમુખએ કાર્યભાર સંભાળ્યા બાદ પાલિકાના વહીવટી તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા લાવવા કડક વલણ અપનાવ્યું છે. પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાઘ્યાય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ નગરપાલિકા કચેરીની સરપ્રાઈઝ વિઝીટ લઈ વિવિધ શાખાઓનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન કેટલાક કર્મચારીઓ ફરજ પર ગેરહાજર હોવાનું તેમજ કામગીરીમાં બેદરકારી જોવા મળતા પ્રમુખે કડક નારાજગી વ્યકત કરી હતી. સાથે જ તમામ કર્મચારીઓને સમયપાલન અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રમુખે જણાવ્યું હતું કે, નગરપાલિકા પ્રજાની સેવા માટેની સંસ્થા છે અને નાગરિકોના કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે વિલંબ સહન કરવામાં આવશે નહીં. ફરજ દરમિયાન ગેરહાજર રહેલા કર્મચારીઓની યાદી તૈયાર કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંતપાલિકામાં આવતા નાગરિકોને સમયસર અને સરળતાથી સેવા મળે તે માટે તમામ વિભાગોને વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરવાની તાકીદ કરવામાં આવી હતી. પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ આવી ઓચિંતી તપાસો ચાલુ રહેશે અને ફરજમાં કચાશ રાખનાર સામે કડક પગલાં લેવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ અને પદાધિકારીઓની આ સરપ્રાઈઝ વિઝીટથી પાલિકા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને વહીવટી તંત્રમાં શિસ્ત લાવવાની કામગીરી વધુ તેજ બની હોવાનું જોવા મળ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments