HomeLocal Newsઆટકોટની કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના યશસ્વી 4 વર્ષ પૂર્ણ લાખો...

આટકોટની કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના યશસ્વી 4 વર્ષ પૂર્ણ લાખો દર્દીઓનો અતૂટ વિશ્ર્વાસ, હજારો પરિવારોને મળ્યું નવજીવન: ડો. ભરતભાઈ બોઘરા

સૌરાષ્ટ્રના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તાર ગણાતા જસદણ, વિંછીયા, બાબરા અને ગઢડા પંથકના લાખો લોકો માટે સ્વાસ્થ્યનું મંદિર બનેલી કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવતીકાલે, 28 મે ના રોજ પોતાની સેવાની સફરના સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ કરી રહી છે. વર્ષ 2022માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે આ હોસ્પિટલ જનતાને સમર્પિત કરવામાં આવી હતી. આ ગૌરવશાળી અવસરે હોસ્પિટલના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાએ વિસ્તારની જનતા, દાતાઓ અને સમગ્ર મેડિકલ ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
હોસ્પિટલના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે આ હોસ્પિટલનું સપનું જોયું હતું, ત્યારે અમારો એક જ સંકલ્પ હતો કે જસદણ-આટકોટ વિસ્તારના કોઈ પણ નાગરિકને ગંભીર બીમારીની સારવાર માટે પોતાના ઘર-બાર છોડીને રાજકોટ, અમદાવાદ કે મુંબઈ સુધી ન ધક્કા ખાવા પડે, કે ના તો પૈસાના અભાવે કોઈનો જીવ જાય. આજે ચાર વર્ષના અંતે હું સંતોષ સાથે કહી શકું છું કે, પરમ પૂજ્ય સંતોના આશીર્વાદ, દાતાશ્રીઓના ઉદાર હાથે મળેલા દાન અને અમારી તબીબી ટીમના સમર્પણને કારણે આ હોસ્પિટલ લાખો લોકો માટે આશાનું કિરણ બની શકી છે.”
સેવા અને સમર્પણના 4 વર્ષ: આંકડાની નજરે અભૂતપૂર્વ સફળતા
છેલ્લા 4 વર્ષ દરમિયાન હોસ્પિટલે માત્ર આટકોટ જ નહીં, પરંતુ બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના 50ઓ થી વધુ ગામડાઓની જનતાને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડી છે.
લાખો દર્દીઓની ઓપીડી (ઘઙઉ): આ ચાર વર્ષમાં હોસ્પિટલના જનરલ અને સુપર-સ્પેશિયાલિટી વિભાગોમાં લાખો દર્દીઓએ નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન અને દવાઓ મેળવી છે.5.7 લાખથી વધુ ઓપીડી ગ્રામીણ વિસ્તારમાં અભૂતપૂર્વ મેડિકલ ક્રાંતિ સર્જી છે.
10 લાખથી વધુ લેબોરેટરી ટેસ્ટ: હોસ્પિટલની અંદર ચોવીસેય કલાક કાર્યરત સંપૂર્ણ કમ્પ્યુટરાઈઝડ અદ્યતન પેથોલોજી લેબોરેટરીમાં 4 વર્ષમાં 10,42,896 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગરીબ દર્દીઓને બજાર કરતાં ખૂબ જ નજીવા દરે અથવા મફત સચોટ નિદાન રીપોર્ટ સમયસર પૂરા પાડવામાં આવ્યા છે.
38,000 થી વધુ સફળ સર્જરીઓ: અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરોની મદદથી જનરલ સર્જરી, યુરોલોજી, ગાયનેક અને અન્ય વિભાગોના થઈને કુલ 38,208 ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.
3,105 જોઈન્ટ રિપ્લેસમેન્ટ: અગાઉ ગોઠણ કે સાંધા બદલાવવા માટે ગરીબોએ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો, પરંતુ આપણી હોસ્પિટલમાં નિષ્ણાત ઓર્થોપેડિક સર્જનો દ્વારા 3,105 જેટલા સફળ રિપ્લેસમેન્ટ ઓપરેશનો કરીને વડીલોને ફરીથી પોતાના પગ પર ચાલતા કરાયા છે.
5,320 લોકોને અકસ્માતમાં બચાવાયા: ગંભીર અકસ્માતોમાં કટોકટીની પળોમાં (ૠજ્ઞહમયક્ષ ઇંજ્ઞીિ) અદ્યતન ટ્રોમા સેન્ટરની ટીમે 5,320 જેટલા ગંભીર દર્દીઓ પર તાત્કાલિક સારવાર કરીને તેમને મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે.
18,329 ડાયાલિસિસનો રાહતરૂપ આંકડો: કિડનીની બિમારીથી પીડાતા અને અઠવાડિયામાં બે વાર મોટા શહેરોમાં ધક્કા ખાતા દર્દીઓ માટે હોસ્પિટલનું ડાયાલિસિસ સેન્ટર આશીર્વાદ બન્યું છે. 4 વર્ષમાં 18,329 ડાયાલિસિસ સેશન્સ અત્યંત રાહતદરે કરી આપવામાં આવ્યા છે.
આયુષ્માન ભારત (ઙખઉંઅઢ) યોજનાનો છેવાડાના માનવીને લાભ
ડો. ભરતભાઈ બોઘરાએ ખાસ ઉલ્લેખ કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી ’આયુષ્માન ભારત યોજના’ (ઙખઉંઅઢ) આ હોસ્પિટલના માધ્યમથી ગરીબો માટે ખરા અર્થમાં વરદાન સાબિત થઈ છે. હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત હજારો દર્દીઓને તદ્દન વિનામૂલ્યે (કેશલેસ) સારવાર આપવામાં આવી છે. મોંઘા ગણાતા ઓપરેશનો, આઈસીયુનો ખર્ચ અને દવાઓ ગરીબ દર્દીઓને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મળી રહે તેવી વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. જે પરિવારો મોંઘી હોસ્પિટલના ખર્ચના ડરથી સારવાર કરાવતા અચકાતા હતા, તેવા પરિવારો આજે અહીંથી સાજા થઈને હસતા મુખે ઘેર પરત ફર્યા છે.
વિશ્વસ્તરીય તબીબી સુવિધાઓ એક જ છત નીચે
કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજે કોઈ મેટ્રો સિટીની કોર્પોરેટ હોસ્પિટલને ટક્કર મારે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે:
“અદ્યતન હૃદયરોગ વિભાગ (ઈફમિશજ્ઞહજ્ઞલુ): હાર્ટ એટેક આવે ત્યારે સમયનું ખૂબ મહત્વ હોય છે. હોસ્પિટલની અત્યાધુનિક કેથલેબ (ઈફવિં કફબ) અને ફૂલ-ટાઈમ કાર્ડિયોલોજિસ્ટની સુવિધાને કારણે દર્દીઓને આટકોટમાં જ તાત્કાલિક એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સુવિધા મળે છે.
” ક્રિટિકલ કેર અને આઈસીયુ (ઈંઈઞ): વેન્ટિલેટર અને મોનિટરથી સજ્જ અદ્યતન આઈસીયુ વોર્ડ, જ્યાં ચોવીસેય કલાક ક્રિટિકલ કેર નિષ્ણાતો હાજર રહે છે.
“ડાયાલિસિસ સેન્ટર: કીડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે રાહતદરે અદ્યતન મશીનો દ્વારા ડાયાલિસિસની સુવિધા.
“ડાયગ્નોસ્ટિક્સ અને લેબોરેટરી: 24 કલાક કાર્યરત સીટી સ્કેન (ઈઝ જભફક્ષ), ડિજિટલ એક્સ-રે, સોનોગ્રાફી અને સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝડ પેથોલોજી લેબોરેટરી, જેથી સચોટ નિદાન ઝડપથી થઈ શકે.
સેવાકીય પ્રવૃત્તિઓ અને સામાજિક ઉત્તરદાયિત્વ
માત્ર હોસ્પિટલની અંદર જ નહીં, પરંતુ ડો. ભરતભાઈ બોઘરાના નેતૃત્વમાં હોસ્પિટલે સામાજિક જવાબદારી પણ બખૂબી નિભાવી છે.
“મફત નિદાન અને સારવાર કેમ્પ: અંતરિયાળ ગામડાઓમાં જઈને સમયાંતરે નિષ્ણાત તબીબો દ્વારા મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો લોકોને સ્થળ પર જ મફત દવાઓ આપવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
ડો. ભરતભાઈ બોઘરાનો સંદેશ અને આભાર દર્શન
4 વર્ષની આ સફળ સફર અંગે હોસ્પિટલના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે:
“આ 4 વર્ષ માત્ર એક સંસ્થાની સફર નથી, પણ માનવતા અને સેવાનો યજ્ઞ છે. હું આ તકે હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણ, રાત-દિવસ જોયા વગર દર્દી નારાયણની સેવા કરતા અમારા તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. જેમની મહેનત વગર આ શક્ય નહોતું. સાથે જ, જે દાતાઓએ આ હોસ્પિટલના નિર્માણમાં પોતાની કમાણીનો અંશ આપ્યો છે, તેમનો આ વિસ્તાર હંમેશા ઋણી રહેશે. અમે આવનારા વર્ષોમાં હજુ પણ વધુ આધુનિક સુવિધાઓ અને સુપર-સ્પેશિયાલિસ્ટ સેવાઓ ઉમેરીને આ હોસ્પિટલને સમગ્ર ગુજરાતમાં મોડેલ હોસ્પિટલ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ.”
ડો. બોઘરાએ સમગ્ર જસદણ-આટકોટ અને સૌરાષ્ટ્રની જનતાને ખાતરી આપી છે કે, આ હોસ્પિટલ હંમેશા ગરીબો અને મધ્યમ વર્ગ માટે સેવાનો ભેખ ધરીને અડીખમ ઊભી રહેશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments