HomeLocal Newsકર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે શિવકુમાર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજીનામું આપશે

કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે શિવકુમાર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજીનામું આપશે

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે બપોરે 3 વાગ્યે રાજીનામું આપશે. તેમણે બેંગલુરુમાં તેમના ઘરે તેમના મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મિટિંગ બોલાવી હતી, જ્યાં તેમણે તેમને તેમના નિર્ણયની જાણ કરી હતી.નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ બેઠકમાં હાજર રહ્યા હતા. શિવકુમારે સિદ્ધારમૈયાને પગે લાગ્યા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી તેમને ભેટી પડ્યા હતા. કર્ણાટક સરકારના મંત્રી એચકે પાટીલે જણાવ્યું કે બેઠકમાં આગામી મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારના નામને મંજૂરી આપવામાં આવી છે.સિદ્ધારમૈયાએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. જોકે, રાજ્યપાલ પારિવારિક કારણોસર બેંગલુરુની બહાર છે. આવી સ્થિતિમાં, સિદ્ધારમૈયા રાજ્યપાલ કાર્યાલયમાં રાજીનામું સુપરત કરી શકે છે.
નિયમો મુજબ, જો રાજ્યપાલ રાજ્યમાં હાજર ન હોય તો પણ, મુખ્યમંત્રી રાજભવનના અધિકારીઓને ઇમેઇલ દ્વારા અથવા રૂબરૂમાં લેખિત રાજીનામું સુપરત કરી શકે છે. ત્યારબાદ રાજ્યપાલ તેને સ્વીકારે છે. રાજીનામું સ્વીકારાય ત્યાં સુધી વર્તમાન મુખ્યમંત્રી પદ પર રહેશે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સવારે તેમણે બેંગલુરુમાં તેમના ઘરે મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મિટિંગ બોલાવી હતી. મીટિંગ પહેલા સિદ્ધારમૈયા તમામ નેતાઓ સાથે નાસ્તો કરવા બેઠા, જેમાં ઈડલી, ચટણી, વડા અને ભાત સહિત વિવિધ વાનગીઓ ખાધી હતી. ત્યારબાદ, સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ હાજર રહ્યા હતા. શિવકુમાર સિદ્ધારમૈયાને પગે લાગ્યા અને આશિર્વાદ લીધા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી તેમને ભેટી પડ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments