HomeLocal Newsસૌરાષ્ટ્ર સનાતન સમિતિ આયોજીત બાબા બાગેશ્ર્વરની સનાતન સેતુ હનુમંત કથાના મધ્યસ્થ કાર્યાલયનું...

સૌરાષ્ટ્ર સનાતન સમિતિ આયોજીત બાબા બાગેશ્ર્વરની સનાતન સેતુ હનુમંત કથાના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

’નાત જાત ને તોડો, હિન્દુ ને જોડો’ના એક સૂર સાથે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ આયોજીત બાબા બાગેશ્ર્વરની સનાતન સેતુ હનુમંત કથાના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ રેસકોસ ખાતે યોજાઈ ગયો.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ. પૂજ્ય રાઘવદાસજી મહારાજ – રામ લખન આશ્રમ માધાપર ચોકડી રાજકોટ, અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્ર્વર કૈલાસ આનંદગીરી મહારાજ- અલખનો ઓટલો ન્યારા ખંભાળા, પ.પૂજ્ય અનિકેત દાસજી – ઇસ્કોન મંદિર સેક્રેટરી રાજકોટ , પ. પૂજ્ય અનિલ મહારાજ- રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત શ્રી ધર્મસંદેશ સમિતિ અધ્યક્ષ શ્રી, પ.પૂજ્ય રાધેશ્યામ બાપુ, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, હંસરાજભાઈ ગજેરા, નરેન્દ્ર ભાઈ દવે, મુખ્ય આયોજક જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા, રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ દિનેશભાઈ આડેસરા સાથે વિશેષ માર્ગદર્શક શુક્લ પ્રશાંતજી – બાગેશ્ર્વર ધામ વ્યવસ્થા પ્રમુખની ઉપસ્થિતિ રહેલા.
સંતો-મહંતો-અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગઈકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. સંતોએ હિન્દુ સમાજને સંગઠીત બનવાની અપીલ કરવા સાથે સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઘર આંગણે બાગેશ્ર્વરધામ સરકારના દર્શન-સત્સંગનો અનેરો અવસર આવ્યો છે તેમાં જોડાવા આહવાન કર્યું હતું. આગામી5-6-7 જુન માસમાં ત્રણ દિવસની હનુમંત કથાના બીજા દિવસે બાબા બાગેશ્વરધામનો દિવ્ય દરબાર ભરાશે અને ત્રણે દિવસ રોજ સાંજે રાજકોટમાં સનાતન ધર્મનો અનેરો નાદ ગુંજશે જેમાં ઉમટી પડવા હિન્દુ સમાજમા થનગનાટ જોવા મળે છે. કથા શ્રવણ માટે આવતા લોકો માટે ખાસ ઈ.વી. બસોની વ્યવસ્થા માટે આયોજકો પ્રયત્નશીલ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ મુખ્ય આયોજકો, સમિતિના અધ્યક્ષ, જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા, ડો.આશિષભાઈ શુકલ, રાજેશભાઈ પિલાઇ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, પરેશભાઈ રૂપારેલીયા, ડેનિશભાઈ આડેસરા વિજયભાઈ પારખીયા. વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તા. 5-6-7 જુન એમ ત્રણ દિવસ રાજકોટમાં રેસકોર્ષ ખાતે બાબા બાગેશ્વરની સનાતન સેતુ હનુમત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના મધ્યસ્થ કાર્યાલયનું કથા સ્થળ રમેશ પારેખ ઓડીટોરીયમ, રેસકોર્ષ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
કથાના યજમાન અધ્યક્ષ કિશોરભાઈ ખંભાયતા બાગેશ્વરધામ સરકાર સાથે તેઓ વર્ષોથી સંકળાયેલાં છે, બાબાના દર્શનાર્થે આવતા ભક્તોમાં ગુજરાતના લોકો બહોળી સંખ્યામાં જોવા મળે છે, છતાં બધા લોકો બાગેશ્વર ધામ પહોંચી શકે એમ ન હોય મને વિચાર આવ્યો કે બાબા બાગેશ્ર્વરધામને રાજકોટ બોલાવુ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી પ્રજા બાબા બાગેશ્વર ધામ સરકારના દર્શન – સત્સંગનો લાભ મળે. એ માટે ત્રણ વરસ પહેલાં બાબાની કથાનું રાજકોટમાં આયોજન કર્યું હતું ત્યાર બાદ બાબા પાસે રાજકોટ કરી કથા માટે પધારવા મે અનેક વાર આગ્રહ કર્યો હતો જેના પરીણામ સ્વરૂપે આ કથા આપણને મળી છે. કથા માટે કોઈ પાસેથી એક પણ પૈસાનો ફાળો ઉઘરાવવામાં આવશે નહીં, લોકો બસ બાબાની કથામાં સૌરાષ્ટ્ર પરના ધર્મપ્રેમી જનતા વધુમાં વધુ લોકોજોડાઈ ને લાભ લે તે જ ઉદ્દેશ.
સનાતન ધર્મનો ધ્વજ સતત લહેરાતો રહે, હિન્દુ સમાજમાં એકતા સાથે ધર્મમાય વાતાવરણ ઉભુ થાય એ અમારો હેતુ છે. કથા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અનિલ મારાજે ’નાત જાત ને તોડો, હિન્દુ ને જોડો’ના નારા સાથે સમસ્ત હિન્દુ સમાજેને એક થવા હાકલ કરી હતી. તેમણે રાજકોટના આંગણે આવી અનેરી તક ને ઝડપી લઈ હિન્દુ પ્રજાને કથામાં જોડાવા અપીલ કરી હતી.
ઈસ્કોન મંદિર-રાજકોટના સેક્રેટરી અનિકેત મારાજે સંતોની ભૂમી સૌરાષ્ટ્રના આંગણે પરમ વિભુતી બાબા બાગેશ્વરધામ પધારી રહ્યા છે તે આપણે માટે હરખ સાથે ધર્મ જાગૃત્તિ માટેની એક તક છે. દરેક વર્ગના લોકોએ બાબાના આશીર્વાદ સાથે કથામાં જોડાવું જોઈએ. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આ તકે જણાવ્યું હતું કે, અપણને ઘર બેઠા ગંગા મળી છે એમ બાબા બાગેશ્વર ધામ સરકાર ખુદ આપણા આંગણે પધારી રહ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળના પરીણામ બાદ દેશભરમાં વાતાવરણ બદલાયુ છે તેમ જણાવી, હિન્દુ દેશમાં, હિન્દુ સંગઠનો મજબુત બને, ખુલ્લીને પોતાના કાર્યો સારી રીતે કરી શકે એવુ વાતાવરણ મળ્યાનું કહ્યું હતું. તેમણે ધર્મ એટલે ફક્ત પૂજા પાઠ જ નહીં, ધર્મ બચાવવા અને સમાજને અનિષ્ઠોથી બચાવવા કરવી પડતી તમામ પ્રવૃત્તિ એ ધર્મનો જ ભાગ છે. તેમણે વ્યસનથી દૂર રહી સનાતન ધર્મની સેવામાં તન મન ધનથી જોડાવા યુવા પેઢીને અપીલ કરી હતી. તેમણે બધી જ્ઞાતિના આગેવાનો, યુવા મંડળોને હનુમંત કથામાં જોડાવા અનુરોધ કર્યો હતો. સંકલન કમિટીના સદસ્યહિન્દુ જાગરણ મંચના મંગેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીસાહેબની અપીલ પ્રમાણે વર્તમાન પરિસ્થિતિમાં કથા શ્રવણ માટે આવતાં ભક્તો એકલા વાહનમાં આવવાના બદલે શેરીંગ વાહનોનો ઉપયોગ કરે જેથી પેટ્રોલ – ડિઝલની બચત થાય. તેમણે શક્ય હોય ત્યાં સુધી ઈ.વી. વાહનોનો વપરાશ કરવા અને આયોજકો દ્વારા કોર્પોરેશન તંત્ર સાથે સંકલન કરી કથા સ્થળે આવવા-જવા માટે ઈ.વી. બસોના ખાસ રૂટ શરૂ કરાવવા પ્રયાસો કરવામાં આવશે એમ કહ્યું હતું. બાબાના એરપોર્ટ પર આગમન થી કથા સ્થળે સુધી સ્વાગત યાત્રામાં ઈ.વી. વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે.
કથા નિમિતે સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે એટલે કે તા. 4 જુનના દિવસે રાજકોટના તમામ વોર્ડમાં જે તે વિસ્તારના સંગઠનો દ્વારા વિસ્તાર પુરતી કળશ પાત્રા રાખવામાં આવશે અને બધા વિસ્તારની કળશ યાત્રાના ચોખા એકત્ર કરી મુખ્ય કથા સ્થળે પધરાવવામાં આવશે.
બાગેશ્ર્વર ધામના પ્રતિનિધિ પ્રશાંતજી શુકલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર ધામ બદ્રીનાથ ધામમાં સતર દિવસની એકાંત સાધના પૂર્ણ કરી છે. સાધના બાદની તેમની પ્રથમ કથા રાજકોટના આંગણે છે. બાબાના ભક્તોમાં ગુજરાતી લોકો વધુ છે અને બાબાને પણ ગુજરાતીઓ પ્રત્યે વિશેષ લાગણી છે. તેમણે હનુમંત કથાના પ્રચાર – પ્રસાર માટે લોકો ખુદ પોતાની રીતે આસપાસના લોકોને પ્રેરણા કરે અને કથામાં બહોળી સંખ્યામાં લોકો જોડાય એવી અપીલ કરી હતી.
કાર્યાલય ઉદ્ધાટન પ્રસંગે વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), હરેશભાઈ કાનાણી, વીરાભાઇ હુંબલ, ઘનશ્યામભાઈ હેરભા,પરેશભાઈ ઠાકર, કૌશિકભાઇ ટાંક, શાંતુભાઈ રૂપારેલિયા, હસુભાઈ ભગદેવ, ચંદુભા પરમાર, અનિલસિંહ પરમાર, હસુભાઈ ચંદારાણા, કાંતિભાઈ ઘેટિયા, કેતનભાઇ વસા, દિનેશભાઈ ચાપાણી, પ્રફુલભાઈ કથરોટિયા, મૌલિકસિંહ વાઢેર,સુનિલભાઈ ટેકવાની,, યતીનભાઈ રોકડ, દશરથસિંહ જાડેજા (વાવડી) રાજેન્દ્રસિંહ જાડેજા, રક્ષિતભાઈ કલોલા, હેમંત લોખિલ, જનકસિંહ રાજપુત યુકેના અગ્રણી હસુભાઈ કેરાડીયા, એડવોકેટ કાંતિભાઈ ભૂત, એડવોકેટ ચેતનભાઇ વિઠ્ઠલપરા, વનરાજભાઈ ગેરીયા, રામભાઈ ગેરીયા, હાર્દિકભાઈ સોરઠીયા, આનંદસિંગ ઠાકુર, ડોક્ટર જ્યોતિબેન પટેલ વિગેરે આગેવાનો અને રાજકોટના જાણીતા ઉદ્યોગપતિઓ, વિવિધજ્ઞાતિ ના આગેવાનો, યુવક મંડળ, સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન ચિરાગભાઈ ચૌહાણ કરેલ હતું.આભાર વિધિ શ્રી ડેનિશ આડેસરા એ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments