HomeLocal Newsમાળિયાના હરીપર નજીક ટ્રક અને ઇકો કાર અથડાતા પિતા-પુત્ર સહીત ચારના મો*ત

માળિયાના હરીપર નજીક ટ્રક અને ઇકો કાર અથડાતા પિતા-પુત્ર સહીત ચારના મો*ત

માળિયાના હરીપર નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો માતાના મઢથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના મોત થયા છે પિતા-પુત્ર સહીત ચાર વ્યક્તિના મોતથી અરેરાટી ફેલાઈ છે. દીવમાં વસતા કાપડિયા પરિવારના સભ્યો ઇકો ગાડી લઈને કચ્છ માતાના મઢ દર્શને ગયા હતા અને દર્શન કરી દીવ પરત ફરતા હતા ત્યારે માળિયા-કચ્છ હાઈવે પર હરીપર ગામના પાટિયા નજીક ઇકો કારનું ટાયર ફાટ્યું હતું અને ચાલકે કાબુ ગુમાવી દીધા બાદ સામેથી આવતા ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કાર ચાલક ભરતભાઈ બાંભણીયા (ઉ.વ.50) મનોજભાઈ લક્ષ્મણભાઈ કાપડીયા (ઉ.વ.50) જ્યાન્સું મનોજભાઈ કાપડીયા (ઉ.વ.8) અને કંચનબેન વીરજીભાઈ બાંભણીયા (ઉ.વ.60) એમ ચાર વ્યક્તિના મોત થયા છે જેથી પીએમ માટે મૃતદેહો મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે તે ઉપરાંત કારમાં સવાર જાગૃતિબેન મનોજભાઈ કાપડીયા(ઉ.વ.35), વૈદશ્રીબેન મનોજભાઈ કાપડીયા (ઉ.વ.12) રહે દીવ વાળાને ઈજા પહોંચી હતી બનાવને પગલે પોલીસ ટીમો દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં પિતા-પુત્રના મોત, પત્ની અને દીકરી સારવાર હેઠળ

ગમખ્વાર અકસ્માતમાં મનોજભાઈ અને પુત્ર જ્યાંસુના કરુણ મોત થયા છે તો મૃતક મનોજભાઈના પત્ની જાગૃતિબેન અને દીકરી વૈદશ્રી સારવાર હેઠળ છે પરિવાર કચ્છમાં આવેલ માતાના મઢ દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો મૃતક કાપડીયા પરિવાર દીવનો વતની હોવાનું જાણવા મળ્યું છે હાલ માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ટાયર ફાટ્યા બાદ ચાલકે કાબુ ગુમાવ્યો અને ટ્રક સાથે ઇકો અથડાઈ

માળિયા-કચ્છ હાઈવે પર દીવનો પરિવાર દર્શન કરી પરત ફરતો હતો ત્યારે ઇકો કારનું ટાયર ફાટી ગયું હતું ટાયર ફાટતા ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ગાડી એક સાઈડ તરફ ખેંચાયા બાદ સામેથી આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્ર સહીત ચારના મોત થયા છે તો પરિવારના બે સભ્યોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments