HomeLocal Newsમોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી

મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી

સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીઓ પૂર્ણ થયા બાદ હોદેદારોની વરણીની કવાયત ચાલી રહી છે જેમાં મોરબી જીલ્લામાં આવતી મોરબી, માળિયા, ટંકારા, હળવદ અને વાંકાનેર એમ પાંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી.
મોરબી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે તુલસીબેન કેતનભાઈ મારવણીયા, ઉપપ્રમુખ હેતલબા રાજદીપસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સંદીપભા ભૂપતભા ગુઢડા, પક્ષના નેતા કૈલાસબેન મહેશભાઈ કાલરીયા અને દંડક ચંદુભાઈ ત્રિભોવનભાઈ શેરશીયાની વરણી કરવામાં આવી હતી હળવદ તલુકા પંચાયત પ્રમુખ તરીકે શીતલબેન અનિલભાઈ કણજરીયા, ઉપપ્રમુખ કુલદીપસિંહ રાજેશભાઈ ટાંક, કારોબારી ચેરમેન યોગેશભાઈ દલસુખભાઈ ભોરણીયા, પક્ષના નેતા સુનીતાબેન રણજીતભાઈ સુરેલા અને દંડક રમેશભાઈ કાંતિભાઈ ઝીંઝુવાડીયાની વરણી કરવામાં આવી છે.
માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયદીપભાઈ ઓડિયા, ઉપપ્રમુખ અરુણાબેન અશ્ર્વિનસિંહ પરમાર, કારોબારીમાં મનુભાઈ ખાંડેખા, ન્યાય સમિતિમાં મંજુલાબેન રાઠોડની વરણી કરવામાં આવી છે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ પરસોતમભાઈ નમેરા, ઉપપ્રમુખ ઊર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષ ગૌરીબેન રસિકભાઈ દેત્રોજા, દંડક મનુબેન ભાવેશભાઈ મુંધવા અને પક્ષના નેતા પાયલબેન હિરેનભાઈ ઘોડાસરાની વરણી કરવામાં આવી હતી.
વાંકાનેર તાલુકા પંચાયતની યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ પદે કોળી સમાજના નેતા ગોરધનભાઈ સરવૈયાના પત્ની ભાવનાબેન સરવૈયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે મોમીન સમાજનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના યુવા નેતા ઈરફાન ચૌધરીએ જીત હાંસલ કરી છે તેમજ કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ લખુભા ઝાલાની વરણી કરવામાં આવી છે વાંકાનેર તાલુકા પંચાયત પર આઝાદી બાદથી સતત કોંગ્રેસનું વર્ચસ્વ અને શાસન ચાલ્યું આવતું હતું.
જોકે, ગત ટર્મમાં આ સત્તા ભાજપે મેળવી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ આ વખતે સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસે પોતાનો ગુમાવેલો ગઢ પાછો મેળવી ભવ્ય સત્તા વાપસી કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments