વોશિંગ્ટન : અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની મેઘના પટેલની અજાણ્યા શખ્સે ગોળી મારીને હત્યા કરી નાખતા પરિવાર અને વતનમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.છેલ્લા પાંચ વર્ષમાં આવી 20થી વધુ હિંસક ઘટનાઓ બની છે, જેમાં ગુજરાતીઓ ખાસ કરીને મોટેલ અને સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓ સરળતાથી આવા હુમલાખોરોનું નિશાન બની રહ્યા છે. આ ઘટનાથી વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે અને ફફડાટ સર્જાયો છે.

