HomeLocal Newsદેશભરમાં મોદી સરકારના 12 વર્ષની ઉજવણી કરવા ભાજપનું ભવ્ય આયોજન

દેશભરમાં મોદી સરકારના 12 વર્ષની ઉજવણી કરવા ભાજપનું ભવ્ય આયોજન

કેન્દ્રની મોદી સરકાર તા.7 જૂનના રોજ સતાના 12 વર્ષ પુરા કરી રહી છે તે સમયે દેશભરમાં તેની ઉજવણી કરવાની તૈયારી છે. મોદી સરકારે સતત 12 વર્ષ સુધી સતામાં રહેનાર પ્રથમ સરકાર બની છે અને ભાજપે તેની ઉજવણી કરવા એક મહિના લાંબા પ્લાનનું આયોજન કર્યુ છે.
જેમાં તા.8 જૂનથી 14 જૂન સુધી કેન્દ્રના મંત્રીઓ, રાજયના મંત્રીઓ, પક્ષના રાષ્ટ્રીય હોદેદારો, સાંસદો અને ધારાસભ્યો દેશભરમાં પ્રગતિ પથ યાત્રા યોજશે તથા વિકસીત ભારત સંકલ્પ સંમેલનોનું આયોજન કરશે. આ પ્રગતિ પથ યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ તથા અન્ય નેતાઓ ખાસ કરીને દેશમાં વિવિધ મહત્વના મથકોની મુલાકાત લેશે.
ભાજપના આયોજન મુજબ જે મોટા પ્રોજેકટ એનડીએ સરકાર સમયમાં આયોજીત થયા છે ત્યાં તમામ સ્થળોએ આ પ્રકારના આયોજનો થશે. દરેક જિલ્લાઓમાં વિકસીત ભારત સંકલ્પ સંમેલન યોજાશે અને પક્ષના વડામથકે ખાસ કાર્યક્રમ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે કાંઈ વિકાસ કામો થયા છે તથા ભારતે ઉપલબ્ધી હાંસલ કરી છે તે તમામ લોકો સમક્ષ લઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ 12 વર્ષની યાત્રાને વિશ્વાસ, વિકાસ અને પ્રજા કલ્યાણ તરીકે ગણાવી છે અને તા.7 જૂનથી 21 જૂન સુધી આ અંગેના કાર્યક્રમો પણ યોજાશે. પક્ષના સાંસદો તેમના લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા ધારાસભા મતવિસ્તારમાં એક દિવસ રોકાશે તો દરેક ધારાસભ્યો તેમના મતવિસ્તાર હેઠળ આવતા દરેક તાલુકા અથવા વોર્ડ ઝોનમાં એક દિવસ ગાળશે અને વિકાસ કામોને વેગ આપશે.
આ ઉપરાંત દેશના વિવિધ ક્ષેત્રના 500 જેટલા અગ્રણીઓને પણ ભાજપ સન્માન કરશે. આ ઉપરાંત દેશમાં આયુષ્યમાન ભારત, આયુષ્યમાન વયવંદના, પીએમ સુર્યઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, લખપતિ દીદી તથા મનરેગાના નવા સ્વરૂપ સમાન વીબી-જી-રામ યોજના માટેના કેમ્પ યોજાશે.
અનેક સ્થળોએ પ્રદર્શન, ચિત્ર સ્પર્ધા અને અન્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભાજપ 1 હજાર સ્થળો પર જયાં ગ્રામીણ વિસ્તારોને આવરી લેતા હોય ત્યાં કુદરતી ખેતી અંગેના વર્કશોપ યોજશે અને ખેડુતોને તેનું માર્ગદર્શન મળી રહેશે તે જોશે. તા.21 જૂને દેશભરમાં યોગદિવસની આંતરરાષ્ટ્રીય ઉજવણીના આયોજન થશે. તા.5 જૂને પર્યાવરણ દિવસે ભાજપ એક પેડ મા કે નામ હેઠળ દરેક તાલુકામાં કાર્યક્રમ યોજશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments