HomeLocal Newsઆજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને...

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હળવા વરસાદની શક્યતા

શુક્રવારે રાજ્યનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર નોંધાયું. સુરેન્દ્રનગર 43.8ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું. તો અમદાવાદ 43.3ડિગ્રી સાથે બીજા નંબર પર રહ્યું. અન્ય ગરમ શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 43ડિગ્રી, રાજકોટમાં 42.9ડિગ્રી અને અમરેલીમાં 42.3ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગર-ગાંધીનગરના તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો, જ્યારે અમદાવાદના તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો થયો છે.
મહત્તમ તાપમાનમાં સતત વધારો થતા રાજ્યમાં ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમ ભેજવાળા પવનો દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાતા તેની અસર સમગ્ર રાજ્યમાં વર્તાઈ હતી. ખાસ કરીને રાત્રે હોટ એન્ડ હ્યુમિડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં હાલ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે જામનગરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારબાદના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સાફ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 43ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ એટલે કે 43.3ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.0ડિગ્રી નોંધાયું હતું. હવામાં સવારે ભેજનું પ્રમાણ 52% હતું, જે સાંજના સમયે ઘટીને 19% નોંધાયું હતું.
અમદાવાદમાં 20 મેના રોજ અને એના આગળના છેલ્લા 3થી 4 દિવસથી સતત ગરમીનો પારો 43.7 ડિગ્રી નોંધાયો. જ્યારે 21 મેના રોજ તેમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. ત્યારબાદ ગઈકાલે ફરી અમદાવાદના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાતા અમદાવાદના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. 23 મે, 2026: નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. 24 મે, 2026: આ સમયગાળા દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે. રાહતની વાત એ છે કે, આગામી 7 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ચેતવણી આપવામાં આવી નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments