HomeLocal Newsઅદાણી કંપનીની 765 KV વીજલાઇનના કામ સામે લાલ આંખ - ખેડૂતોના ખેતરમાં...

અદાણી કંપનીની 765 KV વીજલાઇનના કામ સામે લાલ આંખ – ખેડૂતોના ખેતરમાં દાદાગીરી ચલાવી નહીં લેવાય: મહેશ રાજકોટિયા

મોરબી જિલ્લાના જેતપર ગામના સર્વે નંબરમાં અમરશીભાઈ હરીભાઈ ચંદ્રોલાની માલિકીની જમીનમાં અદાણી કંપની દ્વારા 765 ઊંટ હેવી વીજલાઇનનું ગેરકાયદે કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જેને ખેડૂત આગેવાન મહેશ રાજકોટિયાએ ખેડૂતો સાથે મળીને સ્થળ પર જ અટકાવી દીધું છે.
કંપનીના અધિકારીએ ખેડૂતો સાથે ઊંચા અવાજે અને અસભ્ય વર્તન કરતાં મહેશ રાજકોટિયાએ તેમને જાહેરમાં તતડાવ્યા અને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી: “ખેડૂતોના ખેતરની સીમમાં પગ મૂકવાની હિંમત કરતા પહેલા હજાર વાર વિચારજો. આ જમીન ખેડૂતની છે, કંપનીની જાગીર નથી.
મહેશ રાજકોટિયાનું કડક નિવેદન:

  1. “મારા ખેડૂત સાથે વાત કરો તો પહેલા જીભ અને વર્તન સુધારીને આવજો. સભ્યતા વગર એક શબ્દ પણ સાંભળવામાં નહીં આવે.
  2. “પોલીસ પ્રોટેકશનના જોરે ખેડૂતોને દબાવવાની કોશિશ કરશો તો એ પ્રોટેકશન પણ કામ નહીં આવે. કંપનીની દાદાગીરી, ધમકી અને ગુંડાગીરીનો એક હિસાબ થશે.
  3. “આ ચોથી અને છેલ્લી ચેતવણી છે. ધ્યાનથી સાંભળી લો – આ કચ્છ નથી, આ મોરબી જિલ્લો છે. મારા જિલ્લામાં ખેડૂતોના સ્વમાન સાથે ચેડા કરનારને જડબાતોડ જવાબ મળશે. દાદાગીરી તો સપનામાં પણ સહન નહીં કરીએ.
  4. “ખેડૂતોની સંમતિ વગર, યોગ્ય વળતર વગર અને નિયમોનું પાલન કર્યા વગર એક તાર પણ ખેતરમાંથી પસાર નહીં થવા દઈએ. કામ બંધ એટલે બંધ.
    ખેડૂતોની જમીન, મહેનત અને સ્વાભિમાન સાથે રમત કરનાર કોઈપણ કંપની કે અધિકારી સામે હવે આરપારની લડાઈ લડવામાં આવશે. જો હવે પછી આવો એક પણ બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments