HomeLocal Newsગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોનું માસિક સરેરાશ વેચાણ 55 ટકા વધ્યું

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોનું માસિક સરેરાશ વેચાણ 55 ટકા વધ્યું

પૂર્વ એશિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દોઢેક મહિનાથી વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ સહિતના ઈધણની કટોકટી સર્જાઈ છે.જેની સીધી અસર વાહનોના વેચાણ પર પડી છે. લોકો પેટ્રોલ-ડીઝલના ભરોસે રહેવાના બદલે હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યાં છે. ફાડાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઈવીનું માસિક સરેરાશ વેચાણ 55 ટકા વધ્યું છે. એટલું જ નહીં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સાડા ચાર મહિનામાં જ ઈવીનું વેચાણ 58 ટકાએ પહોંચ્યું છે.
અમેરિકા- ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિના પગલે દોઢ- બે મહિનાથી વૈશ્વિક સ્તરે પેટ્રોલ-ડીઝલના પુરવઠા પર સંકટ સર્જાયું છે. સાથે જ ઈંધણના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. ભારતમાં વડાપ્રધાન દ્વારા પણ ઈંધણ બચાવવા તાકીદ પણ કરાઈ છે. જેની અસર વાહનોના વેચાણ પર જોવા મળી છે. ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનની ઈન્કવાઈરીમાં 200થી 300 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે. જ્યારે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર અને કારના વેચાણમાં પણ માસિક 50 ટકાનો વધારો થયો હોવાનો ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડીલર્સ અસોસિએશન ટ્ટ દ્વારા દાવો કરાયો છે. આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં વર્ષ 2025માં કુલ ટ્ટ 66,538 ઈવી નોંધાયા હતાં. જ્યારે વર્ષ ટ્ટ 2026માં 15 મે સુધીમાં જ 38,596 ઈવી નોંધાયા છે.
એટલે કે ગત વર્ષની સરખામણીએ વર્ષના પહેલાં સાડા ચાર મહિનામાં જઈવીનું વેચાણ 58 ટકાએ પહોંચી ગયું છે. અમદાવાદની વાત કરીએ તો ગત વર્ષે 16,645 વાહનો નોંધાયા હતાં, જ્યારે આ વર્ષે 9,476 વાહનો નોંધાઈ ચૂક્યા છે.
ફાડાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઈવીનું માસિક સરેરાશ પપ ટકા, જ્યારે અમદાવાદમાં પર ટકા વેચાણ વધ્યું છે. જોકે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે રાજ્યભરમાં દરમહિને લાખોની સંખ્યામાં નવા વાહન રસ્તા પર ઉતરે છે. જેમાં ઈલેક્ટ્રિક વાહનોની ભાગીદારી હજુ સુધી 10 હજારને પણ પાર કરી શક્યું નથી. ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું એ વાત સાચી છે. પરંતુ રસ્તા પર ફતાં પેટ્રોલ-ડીઝલના વાહનોની સામે આ વાહનોની હિસ્સેદારી નહીવત છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments