HomeLocal Newsમિશન 2027ને ધ્યાનમાં રાખીને નવા સંગઠનનું માળખું રચાયું: ગોપાલ ઇટાલીયા

મિશન 2027ને ધ્યાનમાં રાખીને નવા સંગઠનનું માળખું રચાયું: ગોપાલ ઇટાલીયા


પ્રદેશ પ્રભારી ગોપાલ રાયના માર્ગદર્શન અને પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયાના નેતૃત્વ હેઠળ સંગઠનની નવી ટીમ રચાઈ. ડો. જ્વેલ વસરા, કૈલાસદાન ગઢવી, રામ ધડુક, ગૌરી દેસાઈ, યુવરાજસિંહ જાડેજા, બિપિન ગામેતી, રાજુભાઈ વલવાઇ, મયુર સાકરીયા, રાજકરણ ઠાકોર, કાયનાત અન્સારી આથા, જીગીષા પટેલ અને જયંતીભાઈ પ્રણામી ઉપપ્રમુખ પદે નિમાયા. અનુપ શર્મા પ્રદેશ મંત્રી, પાયલ સાકરીયા પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ, બ્રિજરાજ સોલંકી પ્રદેશ યુવા પ્રમુખ, ધાર્મિક માથુકિયા વિદ્યાર્થી પાંખ અજઅઙ પ્રદેશ પ્રમુખ પદે નિમાયા. ડો. કરન બારોટ, વિક્રમ દવે, સંજયસિંહ રાજ, મહેશ અણધણ, નિરંજન વસાવા, બાબુભાઈ ડામોર, પ્રભાતસિંહ સોલંકી, જયદીપસિંહ ચૌહાણ, ધર્મેશ ભંડેરી, કમલેશ પટેલ, નિકુંજ સાવલિયા, રાજુભાઈ બોરખતરીયા, અજીત લોખીલ, અને ડો. કિરીટસિંહ રાણાને પ્રદેશ સંગઠન મંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા. નવી ટીમના સથવારે 21 મે ના રોજ મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમ યોજાશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments