અમરેલીના વતની અને નિવૃત્તિ બાદ રાજકોટમાં સ્થાયી થનાર ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના મોટા ગજાના સર્જક, સાહિત્ય પ્રેમીઓના લાડીલા અને માનીતા, ગુજરાતી સાહિત્ય જગતમાં આદરભર્યું સ્થાન ધરાવતા, ગુજરાતી ભાષાના કવિ,લેખક, બાળ સાહિત્યકાર ગીતકાર એથીય વિશેષ મળવા જેવા ઉમદા માનવી અને એક માત્ર ગુજરાતી કવિ કે જેમનું આખા નગરે જાહેર સન્માન કર્યું હોય આવા સમર્થ કવિ છ અક્ષરનું નામથી ઓળખાતા સૌના હૃદયસ્થ કવિ રમેશ પારેખની 21 મી પુણ્યતિથિ નિમિત્તે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા યોજાયેલ શબ્દાંજલી સ્મરણાંજલિ કાર્યક્રમ સાહિત્યપ્રેમીઓ, 2.પા. પ્રેમી ભાવકોની બહોળી ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે
કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના ગીતથી થયેલ. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મથુરાદાસ નરભરામ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના તરલાબેન મહેતા અને એસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશનના શરદભાઈ દવેએ કરેલ. કવિ વારીજ લુહાર, પ્રકાશ હાથી, નટવર આહલપરા, કૌશિક સિંધવનું સ્વાગત ખેસ પહેરાવી તેમજ પુસ્તક આપીને કરેલ.
સાહિત્ય સેતુના સંયોજક જનાર્દન આચાર્યે સૌને રૂડો આવકાર આપેલ.
રમેશ પારેખની લોકપ્રિય રચનાઓ, ગીતો આ મન પાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, મારા સપનામાં આવ્યા હરિ,આ શહેર તમારા મનસુબા ઉથલાવી દેશે કહેવાય નહીં, સાવરિયો રે મારો સાવરિયો, હું ને ચંદુ છાના માના કાતરીયામાં, હરીએ દઈ દીધો દેશવટો સહિતની સહિતની 10 રચનાઓનું પઠન તેમજ ગાન શહેરના કવિઓ વારીજ લુહાર, પ્રકાશ હાથી અને ડો.મનોજ જોશીએ કરીને શબ્દાંજલિ આપેલ.
જાણીતા કવિઓ મહેન્દ્ર જોશી અને નટવર આહલપરાએ રમેશ પારેખ સાથેના સંસ્મરણો તેમજ ગુજરાતી સાહિત્યમાં આપેલ મહામુલા પ્રદાન, લોકપ્રિય રચનાઓ, મળેલ પુરસ્કાર સહિતની વાતો કરીને સ્મરણાંજલિ આપેલ.
રંગભૂમિને સમર્પિત જાણીતા નાટ્યવિદ કોશિક સિંધવે રમેશ પારેખની ટૂંકી વાર્તાઓ ચાબુક વિનાની ક્ષણ, નદીનદી રતી ક્યાં, બાવને અડકવાની ભૂલનું વાચિકમ કરેલ.
રમેશ પારેખની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં શહેરના કવિઓ, સાહિત્યપ્રેમીઓએ ઉપસ્થિત રહીને 2.પા.ને શ્રધાંજલિ આપેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અનુપમ દોશીએ કરેલ. સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, મહેશ પરમાર, પંકજ રૂપારેલીયા, પરિમલભાઈ જોશી, રમેશ શિશાંગીયા, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, નરેન મહેતા વગેરે કાર્યરત રહેલ.

