HomeLocal Newsપેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો

આંતરરાષ્ટ્રીય સરહદો પર ખેલાઈ રહેલા જંગની સીધી અસર હવે સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડવા લાગી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અનિરૂતિતા વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. જેના લીધે પ્રજા પર આર્થિક બોજ વધી ગયો છે. બજારમાં અચાનક આવેલો આ બદલાવ મધ્યમ વર્ગ માટે ચિતાનો વિષય બન્યો છે. આખરે મોંઘવારીનો આ નવો વંટોળ કઈ દિશામાં જશે તે જોવું રહ્યું ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તનાતનીની અસર હવે ભારત પર પડતી જોવા મળી રહી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં વધારો નહતો થયો પરંતુ આજે 15મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો અને ડીઝલનો ભાવ 90.67 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ આવું પહેલીવાર થયું છે કે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ પીએમ મોદીએ દેશની જનતાને ફયૂલ બચાવવાની અપીલ કરી હતી. તેમણે વર્ક ફ્રોમ હોમ અને ખાનગી વાહનોના ઓછા ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ત્યારથી એવા સંકેત મળી રહ્યા હતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આજે થયેલો ભાવ વધારો તત્કાળ પ્રભાવથી લાગૂ થયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા હવે અન્ય વસ્તુઓના ભાવમાં વધારાની પણ ભીતિ સેવાઈ રહી છે. પહેલા સરકારે સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી અને ત્યારબાદ અમૂલ દૂધના ભાવમાં પણ વધારો થયો અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારા બાદ ગુજરાતના મોટા શહેરોમાં આજે શું ભાવ છે એ પણ જાણો.
અમદાવાદમાં પહેલા પેટ્રોલ 94.49 રૂપિયે હતું જે 97.51 ભાવ થયો જ્યારે ડિઝલનો ભાવ પહેલા 90.17 ભાવ હતો જે હવે 93.26 ભાવ થયો પાવર પેટ્રોલમાં 103.06 હતા જે હવે 106.05 ભાવ થયો. જ્યારે સુરતની વાત કરીએ તો ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લીટર હતો જે હવે 93.14 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 94.34 રૂપિયાથી વધીને 97.35 રૂપિયા થયો છે.
આ ઉપરાંત વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 94.15 રૂપિયાથી વધીને 97.60 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલનો ભાવ 89.82 રૂપિયાથી વધીને 93.37 રૂપિયા પ્રતિ લીટર થયો છે જ્યારે રાજકોટમાં ડીઝલ પ્રતિ લીટર 90.74 રૂપિયાથી વધીને 93.08 રૂપિયા અને પેટ્રોલનો ભાવ 97.29 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિહ પુરીએ તાજેતરમાં ભારતીય ઉદ્યોગ સંઘ (ઈઈંઈં) ના વાર્ષિક વ્યાપાર સમિટને સંબોધતા જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિગ કંપનીઓ (ઘખઈત) ઓછી કિમતે તેલ વેચવાને કારણે દરરોજ રૂા.1,000 કરોડનું નુકસાન કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેલ કંપનીઓ વધુ નુકસાન સહન કરી શકતી નથી. ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેના યુદ્ધ પછી કાચા તેલના ભાવમાં વધારો થયો હતો. આ પછી, એવી વ્યાપક અપેક્ષા હતી કે તેલ કંપનીઓ ભાવમાં વધારો કરી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments