HomeLocal Newsરાજકોટના કાગશીયાળી નજીક બેફામ કારે બાઈક સવારને ઉડાવ્યો

રાજકોટના કાગશીયાળી નજીક બેફામ કારે બાઈક સવારને ઉડાવ્યો

રાજકોટ શહેર અને જિલ્લામાં બેફામ વાહન ચલાવતા ચાલકો પર લગામ કસવી હવે અનિવાર્ય બની છે. રાજકોટની ભાગોળે આવેલા કાગશીયાળી ગામ પાસેના હકુભા ચોકમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવતી એક કારે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક સફેદ રંગની કાર અતિશય ઝડપે આવી રહી છે. હકુભા ચોક પાસે આ કારે બાઈક સવારને એવી રીતે અડફેટે લીધો કે બાઈક સવાર હવામાં ફંગોળાઈને દૂર પડ્યો હતો. કારની ઝડપ એટલી વધારે હતી કે બાઈકને ટક્કર માર્યા બાદ કાર ચાલક તેને કાબૂમાં રાખી શક્યો નહોતો અને કાર રોડથી નીચે ઉતરીને ખાડામાં ઉતરી ગઈ હતી.
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા બાઈક ચાલકને સ્થાનિકોએ ભેગા મળીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને બાઈક બંનેને મોટું નુકસાન પહોંચ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments