HomeLocal Newsમિલ્કત વેરા વળતર યોજનામાં 1ર4.18 કરોડની આવક

મિલ્કત વેરા વળતર યોજનામાં 1ર4.18 કરોડની આવક

મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા. 07 ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તા.12 સુધીનાના રોજ કુલ 2,02,078 કરદાતા દ્વારા રૂ. 124.18 કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ 1,52,285 કરદાતા દ્રારા ઓનલાઇન રૂ. 89.98 રોડ તથા 49,793 કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી રૂ. 33.18 કરોડ આવક થયેલ છે. ગત વર્ષ 2025-26 દરમિયાન તા.12 સુધી રૂ.111.34 કરોડ જેટલી વસુલાત થઈ હતી જેની સરખામણીમાં હાલ વર્ષ 2026-27માં તા.12 સુધી રૂ.124.18 કરોડ જેટલી વસુલાત થઈ, આથી કુલ રૂ.12.84 કરોડ જેટલો વધારો થયેલ છે. કુલ વેરામાં રૂ.14.87 કરોડ જેટલી રકમ નું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.
આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ 31 સુધી સામાન્ય કરદાતાઓને 10 ટકા ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 15 ટકા ડિસ્કાઉન્ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્યાબાદ 1 જુન 2026 થી 30 જુન 2026 સુધી મહિલાઓ માટે 10 ટકા ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા નમ્ર અરજ કરવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments