HomeLocal Newsરાજકોટ મનપા દ્વારા ભીમનગર ચોક નજીક 33 ગેરકાયદે બાંધકામો દૂર કરાયા

રાજકોટ મનપા દ્વારા ભીમનગર ચોક નજીક 33 ગેરકાયદે બાંધકામો દૂર કરાયા

રાજકોટ : રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી છે. મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે આજે ફરીવાર આક્રમક વલણ અપનાવી ભીમનગર ચોક નજીક આવેલા ટીપી રોડ પર ખડકાયેલા દબાણોનો સફાયો કર્યો હતો. આ કામગીરી દરમિયાન 200 મીટરનાં ટીપી રોડ પરના 33 જેટલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેનાથી વર્ષોથી રોકાયેલો માર્ગ હવે મોકળો બન્યો છે. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ભીમનગર નજીક 200 મીટરના ટાઉન પ્લાનિંગ (ઝઙ) રોડ પર લાંબા સમયથી કાચા-પાકા બાંધકામો અને દબાણો ખડકાયેલા હતા. આ દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો અને સ્થાનિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મનપા કમિશ્નરના કડક આદેશ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગની દેખરેખમાં આજે સવારથી બુલડોઝર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજીલન્સ શાખા અને ફાયર વિભાગની ટીમોને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રાખવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજીલન્સ શાખા અને ફાયર વિભાગની ટીમોને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રાખવામાં આવી હતી. આ ડિમોલિશન કામગીરીમાં રહેણાંક અને વ્યાવસાયિક હેતુ માટે ખડકાયેલા 33 જેટલા ગેરકાયદે એકમોને તોડી પાડવામાં આવ્યા હતા. ગેરકાયદે બાંધકામો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments