અમરેલી જિલ્લામાં ચાલુ ઉનાળાની સિઝનમાં છેલ્લા પાંચેક દિવસથી રોજબરોજ તાપમાનનો પારો ઉપર ચડતો જાય છે. ત્યારે ગઈકાલે ફરી એક વખત સડસડાટ તાપમાનમાં વધારો થતાં તાપમાન 44-1 ડિગ્રી સુધી પહોંચી જતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન ધરાવતું શહેર બનાવ પામેલ છે. જેને લઈ લોકો ઉનાળાના આકરા તાપમાનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
અમરેલી શહેરમાં ગઈકાલે બપોરનાં ચાલુ ઉનાળાની સિઝનમાં છેલ્લા ઘણાં જ દિવસોથી તાપમાન 44-1 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. જેને લઈ લોકો કામ વગર ઘર કે ઓફિસ બહાર નીકળવાનું ટાળતાં શહેરની મુખ્ય બઝાર તથા રસ્તાઓ સુમસામ ભાસતા હતાં.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ તાપમાનનો પારો વધુ ઉંચે જાય તેવી શક્યતા વચ્ચે લોકો વહેલી સવારે પોતાના કામ આટોપી લઈ અને ધોમધખતા તાપમાં ખાસ કરી બાળકો તથા વૃધ્ધ લોકો ઘર બહાર નીકળવાનું ટાળે તે ઇચ્છનીય છે. અમરેલીમાં આજે મહતમ તાપમાન 44-1 ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન 25-8 ડિગ્રી, ભેજનું પ્રમાણ 67 ટકા, જ્યારે પવનની ગતિ 5 કી.મી. પ્રતિ કલાક નોંધાય છે.

