HomeLocal NewsMBBS પ્રથમ વર્ષની પરીક્ષા 12 ઓગસ્ટથી લેવાશે

MBBS પ્રથમ વર્ષની પરીક્ષા 12 ઓગસ્ટથી લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા મેડિકલ વિદ્યાશાખાના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા શૈક્ષણિક વર્ષ 2026-2027નું સત્તાવાર પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. મેડિકલ ફેકલ્ટીના ડીન સાથેની લાંબી વિચારણા અને પરામર્શ બાદ, યુનિવર્સિટીએ માત્ર પરીક્ષાની તારીખો જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા અને સંભવિત પરિણામની તારીખો પણ એડવાન્સમાં જાહેર કરીને એક નવો ચીલો ચાતર્યો છે. આ આયોજનબદ્ધ શિડ્યૂલને કારણે વિદ્યાર્થીઓ હવે સમયસર પોતાની તૈયારીઓનું આયોજન કરી શકશે અને પરિણામ બાદ આગળના અભ્યાસક્રમમાં જોડાવામાં પણ સરળતા રહેશે. પરીક્ષા નિયામક દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની તમામ સંલગ્ન મેડિકલ કોલેજોના ડીન અને આચાર્યોને આ શિડ્યૂલનું ચુસ્તપણે પાલન કરવા અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા કડક સૂચના અપાઈ છે.
MBBS પરીક્ષાઓનું વિગતવાર શિડ્યૂલ
પ્રથમ વર્ષ MBBS : તબીબી અભ્યાસના પ્રથમ પડાવ સમાન આ પરીક્ષાની થિયરી 12, 14, 17, 19, 21 અને 24 ઓગસ્ટ-2026 દરમિયાન લેવાશે. ત્યારબાદ 1 થી 12 સપ્ટેમ્બર સુધી પ્રેક્ટિકલ પરીક્ષા ચાલશે અને તેનું પરિણામ 21 સપ્ટેમ્બરે જાહેર કરી દેવાશે.
દ્વિતીય વર્ષ MBBS : 7 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન થિયરી પરીક્ષા યોજાશે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેમના માટે પૂરક પરીક્ષા 30 નવેમ્બરથી આયોજિત છે.
તૃતીય વર્ષ (Part-1) : આ મહત્ત્વની પરીક્ષા 14 જુલાઈથી શરૂ થશે અને તેનું પરિણામ 5 ઓગસ્ટ-2026ના રોજ અંદાજવામાં આવ્યું છે.
પી.જી. પરીક્ષા અને થીસિસ સબમિશન PG મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મુખ્ય પરીક્ષા 18 ઓગસ્ટથી શરૂ થશે, જેની પ્રેક્ટિકલ પરીક્ષા 27 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. તમામ પી.જી. વિદ્યાર્થીઓએ પોતાના થીસિસની સોફ્ટ કોપી 15 જુલાઈ 2026 સુધીમાં ફરજિયાત જમા કરાવવી. પી.જી. સપ્લિમેન્ટરી અને ડિપ્લોમાની પરીક્ષાઓ જાન્યુઆરી-2027માં યોજાઇ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments