માં શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજમાં સેવાભાવ અને સામાજિક એકતા વધારવાના ઉદ્દેશ સાથે દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે આ જ અનુસંધાનમાં આ વર્ષેનવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવનું ભવ્યઆયોજન રાજકોટ રેસકોર્સ બાલભવન ગેટ 5 ખાતે તારીખ 9/5/2026 ના શનિવારના રોજ સાંજના 6 કલાકે આયોજન કરવામાં આવેલ છે.
છેલ્લા આઠ વર્ષેથી ટ્રસ્ટ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બની રહેલ છે આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા સાત દીકરીઓ ના સમૂહલગ્નનું આયોજન કરીને આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ બની રહેલ છે.
આ મહોત્સવ માત્ર લગ્નનો કાર્યક્રમ નથી પરંતુ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવાર માટે આશાનો દીવો છે. અહીં અનેક જોડીઓ એકસાથે નવા જીવનની શરૂઆત કરશે જ્યાં દાનદાતાઓના સહયોગથી તેમને જરૂરી ઘરગથ્થુ સામાન અને આશીર્વાદ મળશે. જ્યાં લાગણી અને સેવા મળે છે સાથે ત્યાં અનેક જીંદગીઓમાં ખુશીનો જન્મ થાય છે.
ટ્રસ્ટની સેવાઓ લગ્ન પૂરતી મર્યાદિત નથી વર્ષ દરમિયાન ગરીબોને ભોજન બાળકોને શિક્ષણ મહિલાઓને સ્વરોજગાર માટે માર્ગદર્શન અને વિવિધ સામાજિક પ્રવૃતિઓ દ્વારા ટ્રસ્ટ સમાજમાં સતત સકારાત્મક પરિવર્તન લાવી રહેલ છે.

