HomeLocal Newsસદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્ર્વાન આશ્રમમાં 1000 બીમાર, ઘવાયેલા, અંધ, અપંગ, પેરેલીસીસવાળા...

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્ર્વાન આશ્રમમાં 1000 બીમાર, ઘવાયેલા, અંધ, અપંગ, પેરેલીસીસવાળા શ્ર્વાનોને આશ્રય મળશે

રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘સદભાવના શ્વાન આશ્રમની શરૂઆત કરવામાં આવી છે. અહી ચાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પેરેલિસીસવાળા, કમર ભાંગેલા, ફ્રેકચરવાળા, અંઘ, અપંગ શ્ર્વાનોને કાયમી આશરો મળશે તેમજ તેમને જરૂરી સારવાર, સુવીધાઓ મળશે. સંસ્થા દ્વારા નિત્ય જરૂરી સારવાર, વેકસીનેશન, ઓપરેશન વગેરે કરવામાં આવશે અને એક પરિવારના સભ્યની જેમ નિર્વાહ કરવામાં આવશે. પ્રથમ તબક્કે 1000 શ્વાનોને આશરો અપાશે. હાલમાં ઉંમરવાળા 15, અનાથ 10, પેરેલિસીસવાળા 70, અન્ય 25 એમ 120 શ્ર્વાનો આશ્રય લઇ રહ્યા છે. આ શ્ર્વાનોને દરરોજ મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. સદભાવના શ્ર્વાન આશ્રમ દ્વારા માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાંથી આવા નિ:સહાય, ઘવાયેલા, બીમાર અને અપંગ શ્ર્વાનોને આશ્રય આપવામાં આવે છે. દરેક બીમાર શ્ર્વાનોનું દરરોજ ચેકઅપ અને સારવાર થાય છે. આ અંગે વિશેષ માહિતી માટે તેમજ આ પ્રકારના શ્ર્વાનોને આશ્રય આપવા માટે સદભાવના શ્ર્વાન આશ્રમ, વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર, સદભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ-જામનગર હાઇવે, પડધરી પાસે, મોટા રામપર, રાજકોટ (74859 22224) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments