રાજકોટના કટારિયા ચોકડી–કાલાવડ રોડ વિસ્તારમાં ફરી એકવાર લોકો રસ્તા પર ઉતરીને જોરદાર વિરોધ નોંધાવ્યો છે.
નજીકના વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટર અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાઓનું સમાધાન નથી થયું.
ગોર નોંધનીય છે કે એક મહિના પહેલા પણ આ જ સ્થળે સ્થાનિકોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોના આક્ષેપ મુજબ સૂચિત અને સરકારી જમીન પર મોટા પ્રમાણમાં દબાણ અને ઝૂંપડાઓ ઊભાં થતાં વિસ્તારની પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે.
કટારિયા ચોકડી નજીક રહેતા લોકોએ ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું છે કે સમસ્યાઓ ઉકેલાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.
