HomeLocal Newsગામડે રહેતા વિદ્યાર્થીની સફળ ગાથા:

ગામડે રહેતા વિદ્યાર્થીની સફળ ગાથા:

પિતાની છત્ર છાયા ગુમાવનાર પુત્રએ મેળવ્યા 99.99 PR

કુંઢેલી તા.7

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમાં અભ્યાસ કરીને ગુંદરણા ગામના પિતાની સત્ર છાયા ગુમાવેલ અને મજૂરી કરીને ગુજરાન ચલાવનાર પરિવારમાંથી ચૌહાણ યશ દિનેશભાઈએ 99.99 PR મેળવી યશસ્વી સિદ્ધિ હાંસલ કરી છે તેમની આ સિદ્ધિમાં જ્ઞાનમંજરી સ્કૂલ અને તેમના પરિવારનો ખૂબ મોટો ફાળો રહ્યો છે તેવો હવે સાયન્સ નો અભ્યાસ પૂર્ણ કરીએ ભવિષ્યમાં ડોક્ટર બની ગરીબ લોકોની સેવા કરવા ઈચ્છે છે યશ ભાઈએ જણાવ્યું કે આવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા માટે આયોજન પૂર્વક ની મહેનત શાળાના તમામ વિષય શિક્ષકોનાં પૂર્ણ સહકાર અને શાળા દ્વારા આપવામાં આવેલી શૈક્ષણિક વાતાવરણની વ્યવસ્થા અને માર્ગદર્શન ખૂબ અગત્યનું રહ્યું છે.

આ વર્ષે ગુંદરણા ગામના ખેડૂત પરિવારમાંથી આવેલા પ્રતિભાશાળી વિદ્યાર્થી યશભાઈ દિનેશભાઈ ચૌહાણ (A1 ગ્રેડ, 99.99 PR) એ 593/600 ગુણ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા છતાં યશભાઈએ હિંમત ન હારતા અવિરત મહેનત અને દ્રઢ સંકલ્પથી આ અદભૂત સિદ્ધિ મેળવી છે.

શાળાના આ ઉત્કૃષ્ટ પરિણામમાં A1 ગ્રેડ મેળવનાર કુલ 57 વિદ્યાર્થીઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. સમગ્ર સ્ટાફની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના અવિરત પ્રયત્નોથી આ ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે.
શાળાના સંચાલકમંડળ, શિક્ષકગણ અને વાલીઓએ યશભાઈને હાર્દિક અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments