વડોદરા: ઉનાળાની શરૂઆતમાં જ એક લાખ નગરજનો પર પાણીકાપ મુકાયો છે. 23 અને 24 માર્ચના રોજ શહેરના અનેક વિસ્તારોમાં પાણીકાપ લાગુ થશે. પાઈપ લાઈનના જોડાણની કામગીરીને લઈને પાણીકાપ મુકાયો છે. બે દિવસ બે અલગ-અલગ ટાંકીઓમાં સમારકામ હાથ ધરવામાં આવશે. કપુરાઈ ટાંકી અને ગાયત્રીનગર ટાંકીમાં પાઈપલાઈનની કામગીરી કરવામાં આવશે. ફ્લો મીટર બેસાડવાની કામગીરી શરૂ થતાં પાણીકાપ લાગુ કરાયો છે. બંને ટાંકીઓ હેઠળ આવતા વિસ્તારોમાં પાણીકાપની અસર થશે.
સુરત: રાંધણગેસની અછત વચ્ચે પાલિકાએ કર્યો નિયમ ભંગ
સુરત: રાંધણગેસની અછત વચ્ચે પાલિકાએ નિયમ ભંગ કર્યો. બારડોલીમાં પાલિકામાં ઘરેલુ ગેસથી રસ્તા પર વ્હાઈટ પટ્ટા મારવામાં આવ્યા. લોકો ચુલા તરફ વળ્યા ત્યારે પાલિકા કોન્ટ્રાક્ટરોએ નિયમનો ભંગ કરી રહ્યા છે. અસ્તાન રોડ પર આવેલા ઓવરબ્રિજ પાસે સફેદ પટ્ટા માર્યા હતા. કોમર્શિયલ ગેસના બદલે રાંધણ ગેસ વાપરતા લોકોમાં રોષ ફેલાયો છે.