HomeRajkotરાજકોટ RMC ઈસ્ટ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ATPO સાથે નાગરિકની બોલાચાલી, વિડિયો...

રાજકોટ RMC ઈસ્ટ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ATPO સાથે નાગરિકની બોલાચાલી, વિડિયો થયો વાયરલ

રાજકોટ મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામના મુદ્દે વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર 4 વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આ મામલે ઈસ્ટ ઝોનના ATPO તેમજ વોર્ડ નંબર 4ના ટીપી અધિકારીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી ન થતાં એક જાગૃત નાગરિક સીધા ATPOની ચેમ્બરમાં પહોંચી ગયા હતા અને આ મુદ્દે અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બોલાચાલી દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું અને ઘટનાનો વિડિયો પણ કોઈક દ્વારા મોબાઇલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો. આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં નાગરિક અને અધિકારી વચ્ચે તીખી ચર્ચા થતી જોવા મળે છે.
આ સમગ્ર ઘટનાને લઈને હવે શહેરમાં ચર્ચા શરૂ થઈ છે કે ગેરકાયદેસર બાંધકામ અંગે કરવામાં આવેલી રજૂઆતો છતાં તંત્ર સમયસર કાર્યવાહી કેમ નથી કરતું. જોકે વાયરલ થયેલા વિડિયો અને સમગ્ર મામલે મનપા તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

r

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments