Homeરાષ્ટ્રીયLPG ગેસ સંકટ: ગ્રામિણ વિસ્તારોમાં હવે 45 દિવસ બાદ જ મળશે બીજો...

LPG ગેસ સંકટ: ગ્રામિણ વિસ્તારોમાં હવે 45 દિવસ બાદ જ મળશે બીજો સિલિન્ડર

મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવની અસર હવે ભારતમાં LPG ગેસ સપ્લાય પર પણ જોવા મળી રહી છે. ગેસની માંગ વધી જતા અને સપ્લાય પર દબાણ આવતાં સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારો માટે LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ગામડાઓમાં બીજો LPG સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોને 45 દિવસ સુધી રાહ જોવી પડશે.

મળતી માહિતી મુજબ અગાઉ LPG સિલિન્ડર બુકિંગ માટેનો સમયગાળો લગભગ 21 દિવસનો હતો. ત્યારબાદ તેમાં વધારો કરીને 25 દિવસ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામિણ વિસ્તારોમાં તેને વધારીને 45 દિવસ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે લાખો ગ્રામિણ ગ્રાહકોને ગેસ માટે વધુ સમય રાહ જોવી પડશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ગેસની અછતની અફવાઓને કારણે લોકો મોટી સંખ્યામાં અગાઉથી જ સિલિન્ડર બુક કરવા લાગ્યા હતા. આ કારણે સપ્લાય ચેઇન પર ભારે દબાણ આવ્યું હતું. આ સ્થિતિને નિયંત્રિત કરવા અને ગેસનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માટે બુકિંગ સમયગાળો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકાર દ્વારા આવશ્યક સેવાઓ જેમ કે હોસ્પિટલ, સરકારી સંસ્થાઓ અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓને LPG પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સાથે જ ગેસની કાળાબજારી અથવા સંગ્રહખોરી અટકાવવા માટે પણ ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

ઊર્જા નિષ્ણાતોના જણાવ્યા મુજબ મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર અસર પડી રહી છે. તેના કારણે ભારતમાં પણ LPG ગેસ સપ્લાય અને વિતરણ વ્યવસ્થામાં તાત્કાલિક બદલાવ કરવાની જરૂર પડી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments