Friday, January 30, 2026
Homeરાજકોટકેજરીવાલ રાજકોટ મુલાકાતે: ખેડૂત પરિવાર અને બોટાદ જેલમાં બંધ AAP નેતાઓ સાથે...

કેજરીવાલ રાજકોટ મુલાકાતે: ખેડૂત પરિવાર અને બોટાદ જેલમાં બંધ AAP નેતાઓ સાથે મુલાકાત કરશે

રાજકોટની મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અર્વિંદ કેજરીવાલ બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્રિત મુલાકાતો કરશે. સૌપ્રથમ તેઓ કોટડા સાંગાણીમાં આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારજનોને મળવા જશે, જ્યાં તેઓ પરિવારની પીડા સાંભળી ઘટનાની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવશે. ખેડૂતના મૃત્યુ પાછળના કારણો, પાકના મળતા નબળા વળતર, દેવાની પરિસ્થિતિ અને ખેતી સંકટ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. આ મુલાકાતને લઈને વિસ્તરમાં ખાસ ચર્ચાનો માહોલ સર્જાયો છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના આત્મહત્યાના કિસ્સાઓ રાજ્યમાં વધતા જોવા મળ્યા છે.

ત્યારબાદ કેજરીવાલ બોટાદ જશે, જ્યાં કેટલાક દિવસ પહેલાં ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘટનામાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલમાં જેલમાં છે. કેજરીવાલ આ નેતાઓ સાથે જેલમાં જ મળી સમગ્ર ઘટનાક્રમ અંગે વાસ્તવિક માહિતી મેળવશે. પોલીસે અપનાવેલી કાર્યવાહી, ખેડૂતો અને કાર્યકરો વચ્ચે થયેલા તણાવ તથા રાજકીય દબાણ સંબંધિત મુદ્દાઓ અંગે પણ કેજરીવાલ વિગતવાર ચર્ચા કરશે.

AAPના સૂત્રો અનુસાર, કેજરીવાલની આ મુલાકાતોનો મુખ્ય હેતુ ખેડૂતવર્ગની સમસ્યાઓને નજીકથી સમજવાનો અને બોટાદ ઘટનામાં પાર્ટી કાર્યકરો સાથે થયેલા વર્તનને ધ્યાનમાં લેવાનો છે. તેમની આ મુલાકાતને લઈને રાજકીય માહોલમાં ચહલપહલ જોવા મળી રહી છે. બીજી તરફ, સ્થાનિક ખેડૂત સંગઠનો અને AAP કાર્યકરો આ મુલાકાતને પોતાની લડતને મજબૂત બનાવતું પગલું ગણાવી રહ્યા છે. કેજરીવાલની આવવાના હોઈ તે બાબત ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જિલ્લા તંત્ર સમગ્ર કાર્યક્રમને લઈને સતર્ક છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments