“તેરા તુજકો અર્પણ” ને ઝડપી સાર્થક કરી નેત્રમ શાખા ના સ્ટાફે રીક્ષામાં ભૂલાયેલ ૧૫,૦૦૦/- કિંમતનું હાર્મોનિયમ મેળવી આપ્યું.
વિશ્વાસ પ્રોજેક્ટનો ફરી એક સફળ પ્રયાસ ગુમ થયેલ હાર્મોનિયમ નેત્રમની મદદથી મેળવી આ
આજ રોજ ક. ૧૬:૦૦ વાગ્યાની આસપાસ અરજદાર વિજ્યાબેન તેમના પુત્ર સાથે રામબા કોલેજ પાસેથી કમલાબાગ સર્કલ થી પોરબંદર જવા માટે એક ઓટો રીક્ષામાં સવાર થયા હતા. એ દરમ્યાન તેની પાસે રાણાવાવ સરકારીહાઈસ્કુલ નું મુસાફરી દરમ્યાન અરજદાર પાસે રહેલ આશરે કિ.રૂ. ૧૫,૦૦૦/- કિંમતનું હાર્મોનિયમ રીક્ષામાં ભૂલાઈ ગયું હતું.

Ame kathiyawadi, Amari vaat Kathiyawadi
અરજદાર દ્વારા નેત્રમ શાખામાં રૂબરૂ રજૂઆત કરતા તાત્કાલિક નેત્રમ ઇન્ચાર્જ સાહેબે સ્ટાફને સીસીટીવી દ્વારા શોધખોળ કરવા સૂચના આપી.
સૂચના અન્વયે તુરંતજ નેત્રમ સ્ટાફ કાર્યરત થઈ અજુઆત મુજબ રીક્ષાએ પસાર થયેલા રૂટના VISWAS PROJECT ના સી.સી. ટી.વી.ફુટેજ ચેક કરવામાં આવ્યા જેમાં રીક્ષાનું રજીસ્ટ્રેશન નંબર – GJ04 AU 2128 હોવાનું ખુલ્યું.
ત્યારબાદ નેત્રમ શાખાના સ્ટાફ દ્વારા રીક્ષા ચાલકનો સંપર્ક કરી અરજદારનો ગુમ થયેલ વસ્તુ હાર્મોનિયમ સુરક્ષિત રીતે મેળવવામાં આવ્યો અને અરજદાર તથા રીક્ષા ચાલક રાજુભાઈ રાળાને રૂબરૂ બોલાવી ” તેરા તુજકો અર્પણ ” અંતર્ગત ઈમાનદારી પૂર્વક મૂળ માલિકને હાર્મોનિયમ પરત કરાવવામાં આવ્યું.
આ માનવતાભર્યા કાર્ય બદલ અરજદાર વિજ્યાબેન દ્વારા
નેત્રમ શાખાના સમગ્ર સ્ટાફ તથા રીક્ષા ચાલક રાજુભાઈ રાળાનો હર્ષભેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
પોરબંદર શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ દ્વારા નાગરિકોના ખોવાયેલા સામાનની ઝડપી શોધખોળ અને સુરક્ષિત વાપસી માટે સતત સેવાભાવી કામગીરી કરવામાં આવી રહી છે. તે ને આમજનતા હર્ષ સાથે વધાવી અભિનંદન પાઠવી રહી છે
રિપોર્ટર: વિરમભાઇ કે. આગઠ

